નર્મદા જીલ્લા LCB પોલીસે બેસણા ગામ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે સામોટના યુવાનને ઝડપ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

બીયર ના 301 ટીન સહિત પલ્સર મોટરસાઈકલ મળી 60 હજાર નો મુદ્દામાલ જપ્ત

નર્મદા જીલ્લા LCB પોલીસ ને મળેલ બાતમી ના આધારે ડેડીયાપાડા તાલુકાના બેસણા ગામ પાસે થી વિદેશી દારૂનો જથ્થો લઇ મોટરસાઈકલ ઉપર સવાર થતા દેડિયાપાડા તાલુકા ના સામોટ ગામ ના યવાનને ઝડપી તેની પાસે થી રુપિયા 60100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સૂત્રો માથી મળતી માહિતી અનુસાર એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર નર્મદાના સુપરવિઝન હેઠળ નર્મદા જીલ્લા LCB પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક નંબર વગરની પલ્સર મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ ભરીને ડેડીયાપાડા તરફ આવી રહેલ છે જે બાતમીને આધારે એલ.સી.બી. ટીમના પોલીસ ના જવાનો એ બેસણા ગામે નાકાબંધી કરી વોચમાં ગોઠવી હતી એ દરમ્યાન એક પલ્સર મોટર સાયકલ નંબર વગરની આવતા તેને રોકી મોટર સાયકલ ચાલક ગુલશનભાઇ ઇદીયાભાઇ વસાવા( રહે. સામોટ તા.ડેડીયાપાડા)ને ઝડપી પાડી તેની પાસે તપાસ કરતા બીયર ટીન નંગ-301 કિંમત રુપિયા 30100 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી બિયર તેમજ પલ્સર મોટર સાયકલ કિંમત રુપિયા 30000 મળી ને રુપિયા 60100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો , અને આરોપીને પકડી ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી આરોપી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here