કાલોલ અલીન્દ્રા ચોકડી પાસેની ડિલાઈટ હોટલ બહાર ઊભેલ બે ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી હોટલનાં ચોકિદારને ગેબીમાર મારી તસ્કરો ફરાર ફરાર…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ અલીન્દ્રા ચોકડી ડિલાઇટ હોટલ પર રાત્રીના સુમારે મુખ્ય હાઈવે માર્ગ પર આવેલ હોટલો પર આવતાં બહાર નાં વાહનોને ટાર્ગેટ કરી વાહનોમાંથી ડિઝલ ચોરી કરવા ના અનેક કિસ્સાઓ બહાર આવતાં હોય છે.આવી જ ઘટનાં કાલોલ તાલુકાના વિસ્તારમાં આવેલ હોટલો પર તસ્કરોની ગીધડ નજર હોય છે.આવી ગીધડ નજર રાખી ડિઝલ ચોરી કરનાર તસ્કરોએ કાલોલ અલીન્દ્રા ચોકડી પાસે આવેલ ડિલાઈટ હોટલ પર સોમવારની વહેલી પરોઢે વરસાદ નાં ઝાપટાં આને અંધકાર નો લાભ લઇ ને હોટલ ની ખુલ્લી જગ્યામાં ઊભેલાં ત્રણ ચાર મોટા વાહનો માંથી બે મોટી ટ્રક-ટેલર ને ટાર્ગેટ બનાવી બંને ગાડીના ડિઝલના ઠાકણાઓ તોડી ડિઝલ ની ચોરી કરતાં હતાં આવા સમય દરમિયાન હોટલનાં ચોકિદારને શંકાસ્પદ જતાં રોકવા જતાં ચોકિદારને પણ અજાણ્યા તસ્કરોએ ડબોચી લઈ ને હાથ પગ બાંધી ને પોતાની સાથે ના વાહનમાં ઉપાડી લઈ જઈને ચોકીદાર ને ગેબીમાર મારી રસ્તા પર ફેંકી દેતાં ચોકીદાર મોતનાં મોં માંથી છુટકારો મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે હોટલો પર ડિઝલ ચોરી કરવા ગીધડ નજર રાખતાં તસ્કરો હોટલ પર ઊભેલા વાહનો પર તરાપ મારતાં હોય છે.સમગ્ર ઘટનાની જાણ હોટલ માલિક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હોવા નું પણ જાણવાં મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here