સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના અવિરત કાર્યને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે બે કરોડ 25 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કાર્યોનું આગેવાનો અને ગ્રામ્ય જનોની ઉપસ્થિતિમાં ખાતમુહર્ત કરાયું

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ના અવિરત કાર્યને લઈધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના હસ્તે ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે બે કરોડ 25 લાખ ના ખર્ચે નવનિર્માણ પામનાર કાર્યોનું આગેવાનો અને ગ્રામ્ય જનોની ઉપસ્થિતિમાં ખાતમુહર્ત કરાયું હતું.
આજ રોજ ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામ ખાતે ૧ કરોડ ૮૦ લાખ નાં ખર્ચે નિર્માણ થનાર કુમાર શાળા અને 45 લાખ નાં ખર્ચે નિર્માણ થનાર પશુ દવાખાના નું ખાતમુહૂર્ત ડભોઈ ના લોકલાડીલા વિકાસ શિલ અને સેવાભાવી ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા ના હસ્તે કરવામાં આવ્યું આં પ્રસંગે જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વીન ભાઈ વકીલ, જીલ્લા પંચાયત સદસ્ય દિપ્તી બેન,તાલુકા પંચાયત ના પ્રમુખ લોપાબેન, સરપંચ હિતેશભાઈ પટેલ, ડે સરપંચ નીરવ પટેલ સહિત ગ્રામ જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં આં કાર્ય થી તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થશે તેમજ આજુબાજુના ગામડાઓના બાળકોને પણ શિક્ષણ લક્ષી સેવાઓનો લાભ મળશે
સાથે પશુ દવાખાના નું નવ નિર્માણ થતા કાયાવરોહણ અને આસપાસના ગામડાઓના પશુઓને પણ જે તબીબી સેવા મળવી જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેમ જ ગામડાઓના પશુપાલકોને પોતાના પશુઓની ચિકિત્સા કરવા દૂર સુધી ધરમ ધક્કા ખાવાથી રાહત મળશે જેને લઇ મુંગા પશુઓને તાત્કાલિક સારવાર મળી રહેશે નું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here