ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ધન્વન્તરિ રથનું લોકાર્પણ કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

“સર્વે સન્તુ નીરામયા” બાંધકામ શ્રમિકોના આરોગ્ય માટે આશિર્વાદ રૂપ વધુ એક ધન્વન્તરી આરોગ્ય રથ વડોદરા જિલ્લાને અગાઉ નવ અને આજે ત્રણ ફાળવાયા જેમાં સાવલી અને કોયલી અને ડભોઇ ખાતે ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે ડભોઇ સર્કિટ હાઉસ ખાતે ભાજપના અગ્રણી આગેવાન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ નગરપાલિકા પ્રમુખ કાજલબેન તથા શહેર ભાજપ મહિલા પ્રમુખ સુ ક્રિતી બેન તડવી .બીરેણભાઈ શાહ અમિતભાઈ સોલંકી મહેશભાઈ દાજી વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે
ગુજરાત સરકાર ના શ્રમ કૌશલ્ય
વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI GREEN HEALTH SERVICE નાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત ધન્વન્તરી રથ ની તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણના સૂત્રને સાર્થક કરવાના નેમ સાથે vadodara જિલ્લામાં અગાઉ નવ ફાળવણી કરવામાં આવી હતી અને આજે વડોદરા જિલ્લામાં બીજી ત્રણ ફાળવતા જેમાં સાવલી કોયલી અને ડભોઇ તાલુકામાં
કરવામાં આવી છે જેનો આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને શ્રમયોગી તેમજ અન્ય લોકોને ડોક્ટર સહિત સ્ટાફ સાથેની સુવિધાથી સજ્જ ધન્વંતરી એમ્બ્યુલન્સ સેવામાં આજરોજ ખુલ્લી મુકાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here