રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળામાં પ્રવેશતા ભવ્ય સ્વાગત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કોંગી કાર્યકરો આગેવાનો સહિત ગ્રામજનો માં યાત્રા ને લઈને ભારે ઉમંગ ઉત્સાહ

રાહુલ ગાંધી ને જોવા દુર દુર થી ગ્રામ્ય વિસ્તારના આદીવાસીઓ ઉમટી પડયા

રાજપીપળા ના પ્રસિદ્ધ હરસિધ્ધિ માતા નાં મંદિર મા રાહુલ ગાંધી એ દર્શન કરી માતાજી ના આશીર્વાદ મેળવ્યા

ભારત જોડો ન્યાય યાત્રા ની સંદેશ લઈને મણીપુર થી મહારાષ્ટ્ર સુઘી નીકળેલ કૉંગ્રેસ ના પુર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજરોજ પોતાના રાસ રસાલા સાથે નર્મદા જીલ્લા માં પ્રવેશ્યા હતા.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવળીયા ખાતે યાત્રાનો ભવ્ય સ્વાગત કરાયું હતું, ત્યારબાદ ગરૂડેશ્વર ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરો સહિત સરદાર સરોવર નર્મદા ડેમના વિસ્થાપિતોએ પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ભવ્ય સ્વાગત કર્યું હતું. ગરૂઢેશ્વર ચોકડી ખાતે સરદાર સરોવર નર્મદા ડેમના 6 ગામો ના અસરગ્રસ્તો સાથે રાહુલ ગાંધીએ વાર્તાલાપ કર્યો હતો જેમાં અસરગ્રસ્તોએ રાહુલ ગાંધી સમક્ષ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે પોતાની માલિકીની જમીન સરકારે પોતાના હસ્તક કરી લીધી અને પોતે વિસ્થાપિત થયા, અને તેઓ ન્યાય માટે દાયકાઓથી સરકાર સામે લડત ચલાવતા હોવા છતાં તેઓને ન્યાય ન મળતો હોવાનું આક્રોશ રાહુલ ગાંધી સમક્ષ વ્યકત કર્યો હતો. તેઓને રાહુલ ગાંધીએ સાંત્વના આપી હતી. ગરૂઢેશ્વર તાલુકાના એક પૂર્વ સૈનિકે પણ રાહુલ ગાંધી સમક્ષ પોતાની હૈયા વેદના ઠાલવી હતી અને હાલમાં કેન્દ્ર સરકારે લશ્કરમાં ભરતી થવા માટે અમલી બનાવેલ અગ્નિવીર યોજના દેશના યુવાનો માટે અન્યાય રૂપ હોવાનો પૂર્વ સૈનિકે જણાવ્યું હતું, અને પુર્વ સૈનિકો ની તેમના પ્રશ્નનો યોગ્ય માંગણીઓ માટે ભાજપા સરકાર અનદેખી કરતી હોવાનુ સૈનિકે રાહુલ ગાંધી ને જણાવ્યુ હતું.

રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળા ખાતે પ્રવેશતા રાજપીપળા ખાતેથી વાડિયા પેલેસ, કાળીયાભૂત, ગાંધી ચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, આંબેડકર પ્રતિમા, કાલાઘોડા તરફ ના મુખ્ય માર્ગો ઉપર થી પસાર થઈ હતી. રાહુલ ગાંધી એ રાજપીપળા ના પ્રસિદ્ધ હરસિધ્ધિજી માતાના મંદિરમાં જઇ દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીને નિહાળવા અને રાહુલ ગાંધીને સ્વાગત કરવા હજારો ની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. એક વૃદ્ધ આદિવાસી મહિલા 10 રૂપિયાના ફૂલો લઈને રાહુલ ગાંધીને પુષ્પો અર્પણ કરવા માટે આવી હતી પરંતુ રાહુલ ગાંધી ની સાથે મુલાકાત ન થતા આદિવાસી મહિલા રડમસ થઈ હતી અને પોતે ગામડામાંથી ખાસ રાહુલ ગાંધીને મળવા માટે આવી હોવાનો આદિવાસી મહિલાએ જણાવ્યું હતું.

રાજપીપળા નગર ના રાજમાર્ગો ઉપર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ફરી હતી જે કુંવરપરા ગામ ખાતે વિરામ અને લંચ બ્રેક માટે રોકાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here