સંખેડા બેઠક માટે ભાજપના અભેસિંગભાઈ તડવીએ ફોર્મ ભર્યું

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ૧૩૯ વિધાનસભા બેઠકના ભાજપ પક્ષ દ્વારા અભેસિંગભાઈ તડવીને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ પાર્ટીના મત વિસ્તારના સમર્થકો, કાર્યકરો, જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. જેમાં સંજયભાઈ દેસાઈ હેમરાજસિંહ મહાલઉલજી ઉપસ્થિતિ રહ્યા હતા. અને મોટી રેલી કાઢી બોડેલી સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. સંખેડા મત વિસ્તારની ચૂંટણી તા ૫ મી ડિસેમ્બરે યોજાનાર છે. પંથકની ત્રણેય બેઠકો પર બંને રાષ્ટ્રિય પક્ષો એ પોતાનાં ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યાં છે. સંખેડાની બેઠક પર ભાજપ પક્ષ દ્વારા અભેસિંગભાઈ તડવીને ટીકીટ આપી ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ બોડેલી સેવા સદન ખાતેથી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આદીવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ નગારા પીહવા અને ટીમલી ના તાલે બોડેલી સેવા સદન ખાતે ગય કાલે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here