પંચમહાલ : નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની ભાગ-૧ અને ૨ની બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જમીન,રસ્તા,વીજળી,સ્ટેમ્પ ડ્યુટી,જમીન માપણી, સરકારી જમીનની માંગણી,મકાન-મિલકત વેરા,સિંચાઇ,શિક્ષણ સહીતના પ્રશ્નો સત્વરે ઉકેલવા અધ્યક્ષસ્થાનેથી સૂચનો કરાયા

તમામ વિભાગે સંકલન સાધી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા નિવાસી અધિક કલેકટરશ્રીએ કર્યો અનુરોધ

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓનો નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધિઓ,લોકાભિમુખ વહીવટ આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ દ્વારા અગાઉ રજૂઆત કરાયેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને નિવાસી અધિક કલેકટરશ્રીએ સૂચનાઓ આપી હતી.આ સાથે તેમણે જમીન,રસ્તા,વીજળી,સ્ટેમ્પ ડ્યુટી,જમીન માપણી, સરકારી જમીનની માંગણી,મકાન-મિલકત વેરા,સિંચાઇ,શિક્ષણ લગતા પ્રશ્નો સત્વરે ઉકેલવા સબંધિતોને જણાવ્યું હતું.તમામ વિભાગોને સંકલન સાથે રજીસ્ટર નિભાવીને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

આમ,અધિક જિલ્લા કલેકટરશ્રી એમ. ડી. ચુડાસમાએ સમગ્ર બેઠકનું સંચાલન કરી બેઠકમાં ગત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવી જતા તે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ પણ કરાયો હતો.બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણા,ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here