પંચમહાલ : બ્લોક હેલ્થ મેળા અંગે યોજાયેલી વિડીયો કોંનફરન્સમાં ભાગ લેતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લાના ૭ તાલુકાના ૭ સીએચસી પર બ્લોક હેલ્થ મેલાનું આયોજન કરાશે, સ્પેશિયલિસ્ટ ડોકટર્સની  સુવિધા ઉપલબ્ધ કરાવાશે

પીએમજેએવાય કાર્ડના રિન્યુઅલ તેમજ નવા કાર્ડ કઢાવવાની કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચના

કમિશનરશ્રી આરોગ્ય તબીબી સેવાઓ ગાંધીનગર દ્વારા પ્રિન્સિપાલ સેક્રેટરી અને કમિશનર ઓફ હેલ્થના અધ્યક્ષસ્થાને બ્લોક હેલ્થ અને હેલ્થ વેલનેસ ડે અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વિડીયો કોન્ફરન્સમાં પંચમહાલના જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ખાતેથી જોડાયા હતા. કોનફરન્સ બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આગામી સમયમાં યોજાનાર બ્લોક હેલ્થ મેળાના સુચારું આયોજન અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે વધુ ને વધુ લોકો આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા માટેની ઝુંબેશ હાથ ધરવા અંગે સુચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જેમના પીએમજેએવાય કાર્ડ રીન્યુ કરાવવાના બાકી હોય તેમના કાર્ડ રિન્યુલ અંગે આયોજન કરવા સૂચના આપ્યા હતા. બ્લોક હેલ્થ મેળાના આયોજનને લઈને લાઇઝન અધિકારીઓની નિમણુક અંગે ચર્ચા કરવામાં આવી હતી. ૭ તાલુકાના ૭ સીએચસી ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવશે. આ મેળાઓમાં સ્પેશિયાલિસ્ટની મદદથી દર્દીઓને સારવાર પૂરી પાડવાનું આયોજન હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત icds વિભાગ દ્વારા હેલ્ધી ફૂડનું નિદર્શન યોજાશે. ૧૬મી હેલ્થ વેલનેસ ડે તરીકે અને ૧૭મીની યોગા દિવસનઇ થીમ પર ઉજવણી કરવામાં આવશે. બેઠકમાં સીડીએચઓ ડૉ. મીનાક્ષીબેન ચૌહાણ, ડેપ્યુટી ડીડીઓ સુશ્રી ચંદ્રિકાબેન ભાભોર, એડીએચઓ ડૉ. જે.પી. પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here