સંખેડા તાલુકાના હરીકુવાથી મોટા તેમજ નાના અખતયારપુરા સુધી ચાલતી ડામર રોડ બનાવવાની કામગીરીમાં હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાની લોકબૂમ…

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા તાલુકાના હરીકુવા થી મોટા તેમજ નાના અખતયારપુરા સુધી ચાલતી ડામર રોડ બનાવવાની કામગીરીમાં હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે. લોટીયા ડામર પ્લાન્ટ પર કોઈ પણ અધિકારી હાજર ન હોય હલકી ગુણવત્તા નો ડામર વાપરવામાં આવી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના હરીકુવા ગામે થી અખતયારપુરા ગામ સુધીનો બે કિલોમીટર રોડનું કામ ચાલી રહ્યું છે જેમાં ડામરનો રસ્તો બની રહ્યો છે આ રસ્તો કરોડોના ખર્ચે આદિવાસી વિસ્તારમાં સુવિધા મળી રહે તે હેતુથી ટેન્ડર મંજૂર થયું છે જેમાં મળતી માહિતી મુજબ વી એસ શાહ નામની એજન્સી રસ્તો બનાવી રહી છે આ ડામર નો પ્લાન્ટ સંખેડા તાલુકાના લોટીયા ગામ પાસે આવેલો છે જ્યાં કોઈ પણ માપ તો વગર ડામરનું મટીરીયલ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ ડામર પ્લાન્ટ પર કોઈ પણ અધિકારી હાજર ન હોય જેથી એજન્સી હલકી ગુણવત્તા નો ડામર વાપરી રહી છે અને આદિવાસી વિસ્તારના લોકોને છેતરી રહી છે.
હરી કુવા જતા ડામર રોડનું કામ ચાલી રહ્યું છે તે સંદર્ભે સંખેડાના આર .એન .ડી ના અધિકારી જયેશભાઈ ચૌધરી સાહેબ ને કામગીરી અંગે ટેલીફોનિક જાન કરતા સંતોષકારક જવાબ ન મળતા જાણે એમ લાગી રહ્યું છે કે જેમાં અધિકારીઓ અને ડામર પ્લાન ના એજન્સી મળીને આદિવાસી લોકો ના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય અને કામની બાબતે લઈ આદિવાસી વિસ્તારમાં આદિવાસીની આંખમાં ધૂળ નાખી રહ્યા છે આ ડામર બનાવવા માટે કોઈપણ જવાબદાર અધિકારી પ્લાન્ટ પર નહીં બેસીને ગુણવત્તા વગરનું મટીરીયલ બનાવવા માટે કોન્ટ્રાક્ટરને ખુલ્લું સમર્થન કરી રહ્યું છે આ ડામર રોડ એક વર્ષમાં જ તૂટવા લાગશે જ્યારે ઉનાળો આવશે ત્યારે ડામર ઓછું હોવાના કારણે રોડ પર ડામર પીગળી જાય છે અને તેનું સરફેસ ખરાબ થાય છે અને ફરી ટેન્ડર પડે અને ફરી એ જ એજન્સીઓ લાભ લે છે હાલ તો સંખેડાના લોટીયા ગામ પાસે ડામર પ્લાન્ટ આવેલ છે જ્યાં મોટાભાગનું કામ ગેરરીતિથી કરવામાં આવી રહ્યું છે અને સવાર અને સાંજે પ્રદૂષણ ના ધુમાડા જોવા મળી રહ્યા છે જેને લઇ આજુબાજુ ગામના લોકોનું સ્વાસ્થ્ય બગડે એમ છે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ અને સ્વાસ્થ્યની ચિંતા કરી કાયદાકીય પગલા ભરે તેવી આજુબાજુના રહીશોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here