રાજપીપળાના સેવાભાવી અન્નપૂર્ણા મંડળે સંતોષ ચોકડી મહાદેવ મંદિરે જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ કર્યું

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જરૂરિયાતમંદ લોકોને નોટબુક,અનાજ,સેનિટાઇઝર,માસ્કનું વિતરણ કરાયુ શિક્ષકોના સેવાભાવી મંડળે સેવાની મહેંક પ્રસરાવી

રાજપીપળા ખાતે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા સેવાભાવી પાંચ વ્યક્તિ દ્વારા ગરીબ લોકોને ભૂખ્યા ને ભોજન મળી તેવા આશય થી 2017 ના વર્ષ થી શરૂ કરાયેલ અન્નપૂર્ણા મંડળ ના નામ થી શરૂ કરાયેલ સંસ્થા એ પેહલા પોતાના રૂપિયા સાથે અને કિરીટભાઈ સોનીના માર્ગદર્શન થી રાજપીપળામાં દર ગુરુવારે ભોજન વિતરણ ની સેવા શરૂ કરી આ સેવાકાર્ય ખુબજ ટૂંકા સમય માં વધવા લાગ્યું જેમાં અન્ય સેવાભાવી લોકો ને પણ જોડાવવા ઈચ્છા જાગી પરંતુ સમય ના અભાવે પોતે વસ્તુ નું દાન કરવા આગળ આવ્યા ત્યારે આ સેવા હાલ સાચા અર્થ જરૂરિયાતમંદો માટે સફળ જોવા મળી છે.આ સેવાકાર્ય બધા મિત્રો સાથે આજે સતત ત્રણ વર્ષ થી ગમે તે ઋતુમાં પણ આ સતત ચાલુ રહી હોય જે જરૂરિયાતમંદ લોકો માટે આજે ખુબજ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

આ સેવાકાર્ય માં કલ્પેશભાઈ મહાજન,બિપિનભાઈ વ્યાસ,નમિતાબેન મકવાણા,રાકેશભાઈ પંચોલી,કલ્પેશ ભાઈ ચૌહાણ જેવા સેવાભાવી વ્યક્તિઓ સતત ત્રણ વર્ષ થી આ કાર્ય ને જાણે પોતાની આદત બનાવી ચુક્યા છે ત્યારે પહેલા આ સેવાકાર્ય બાદ જ બીજું સેવા કર્મ નિયમિત રીતે કરે છે.આ અન્નપૂર્ણા મદદના સેવકો પોતે શિક્ષણ જગત સાથે સંકળાયેલ હોય ને બાળકો ને શિક્ષણ તો આપે જ છે પણ સાથે સાથે સમાજ ની સેવા પણ સાચા મન થી કરે શિક્ષણ સાથે સમાજ સેવા ની મહેંક પણ પ્રસરાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here