છોટાઉદેપુર : E-FIR દ્વારા દાખલ થયેલ વાહન ચોરીનો ગુનો ગણત્રીના કલાકોમાં શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા  આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ……

જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકિકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે E- FIR-નં.૧૯૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુનામાં ચોરી થયેલ મહિન્દ્રા બોલેરો ગાડી એક ઇસમ વાહનને વેચાણ અર્થે મધ્યપ્રદેશ લઇને જતા કોલી ગામની સીમમાં વાહન ખાડામાં ઉતરી ગયેલ છે અને સદર વાહન ચોરી કરનાર ઇસમ પોતાના ઘરે હાજર છે તેવી બાતમી હકિકત આધારે સદર ઇસમને કોર્ડન કરી પકડી બોલેરો ગાડીના માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેણે કોઇ આધાર પુરાવો આપેલ નહી જેથી સદરી ઇસમને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે ત્રણ દિવસ ઉપર છોટાઉદેપુર એકતા કાર બજારમાંથી મહિન્દ્રા બોલેરો ગાડી પોતે ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) મહિન્દ્રા કંપનીની બોલેરો ફોર વ્હિલર(રજી.નં GJ-20-N-8261 )
કી.રૂ .૪,००,०००/-

 પકાડાયેલ ઇસમ:-

(૧)કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર
પકાડવાના બાકી ઇસમ:-
(૧) અમરસિંગભાઇ બચલાભાઇ રાઠવા રહે.કોલી ગામ,તા.જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here