શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૩ દર્દીઓએ લાભ લીધો , ૧૬૩ લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન

મોરબી, આરીફ દીવાન :-

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય મહિલા પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.મુક્તાબેન મકાણી તથા AHP અગ્રણી જગદીશભાઈ વાડોદરીયા ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

અત્યાર સુધી ના ૩ કેમ્પ મા કુલ ૯૬૫ લોકોએ લાભ લીધો

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૧૦-૨૦૨૧ સોમવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૦૩ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૬૩ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા મા આવશે.શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
કેમ્પ ને સફળ બનાવવા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. આગામી ૪ તારીખે દીવાળી નો પાવન પર્વ હોય, કેમ્પ ની તારીખ મા ફેરફાર થશે તો વર્તમાનપત્ર ના માધ્યમથી જાહેર જનતા ને જાણ કરવા આવશે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત બે માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૬૬૨ લોકો એ લાભ લીધો હતો તેમજ ૨૬૧ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસ ના કેમ્પ મા કુલ ૩૦૩ દર્દીઓ એ લાભ લીધો હતો તેમજ કુલ ૧૬૩ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા મા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here