માંગરોળમા માં કાર્ડ કાઢવામા થતા ભ્રષ્ટાચાર , વિલંબ અને અસુવિધાની તપાસ માટે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ માંગરોળ પહોંચી

માંગરોળ, (જૂનાગઢ) આરીફ દીવાન :-

એ આઈ એમ આઇ એમ ની રજુઆત પ્રજા ચિંતક રંગ લાવી !

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમા સરકારી હોસ્પિટલે મહાકાર્ડ કાઢનાર એજન્સીના સ્ટાફ દ્વારા કાઢવામા પ્રતિ કાર્ડ રુપિયા 40/= ગેરકાયદેસર લેવામા આવે છે, સમયસર ઓફીસ ખુલતી નથી,અરજદાર દર્દીઓ સાથે અસભ્ય વર્તન તેમજ મહાકાર્ડ કાઢાવવા પ્રજા માટે માંગરોળ મામલતદાર ઓફીસે પણ એક બીજું સેન્ટર ચાલુ કરવામા આવે તેમજ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ઈ.ગ્રામ કનેક્ટીવીટી છે ત્યાં પણ મહાકાર્ડ કાઢી આપવામા આવે તેવી લેખિત ફરિયાદ AIMIM ઔવેશીની પાર્ટીના પ્રમુખ સુલેમાન પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી જુનાગઢ, આરોગ્ય મંત્રી શ્રી ગાંધીનગર તથા જિલ્લા

વિકાસ અધિકારી જુનાગઢ ને કરવામા આવેલ તે ફરિયાદના તાત્કાલિક નિવારણ અને તપાસ માટે ગત તા.03/10/ગાંધીનગરથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો.મહેશ કાપડીયા તથા કોઓડીનેટર અમીત પટેલ વગેરે માંગરોળ સરકારી હોસ્પિટલે આવી પહોંચ્યા હતા.
માંગરોળ હોસ્પિટલે AIMIM ના કાર્યકરો , મુનવ્વર સૈયેદ તથા ચૌહાણ માહિર હોસ્પિટલે રુબરુ બોલાવી સમસ્યાના નિરાકરણ માટે ચર્ચાઓ કરી ને મહાકાર્ડ કાઢવા માટે દર્દીઓ પાસેથી લેવાતા રુ.40/= ના લેવા અને લીધા હોય તેવા લોકોને પરત કરવા, બીન અનુભવી ઓપરેટરોને જુનાગઢ ટ્રેનીંગ આપીને મૂકવા, કરપ્શન કરતા સ્ટાફને હટાવી દેવા,મહાકાર્ડ કાઢી આપતી ઓફીસને સુવિધા યુક્ત બનાવીને કેશ બારી ચાલુ કરવી, સ્ટાફે સવારે 10.00 થી સાંજે 5.30 સુધી હાજર રહેવું અને જરુરી પોઈન્ટ ઉપર CCTV કેમેરા લગાવવા તથા અરજદારો સાથે અસભ્ય વર્તન ના કરવાની કડક સૂચનાઓ આપેલ
અન્ય માગણીને પણ ગંભીરતાથી ધ્યાને લઈ ડો.મહેશ કાપડીયા એ માંગરોળ મામલતદાર કચેરીએ પણ મહાકાર્ડ કઢાવવા માટે વહેલી તકે બીજી ઓફીસ કાર્યરત થાશે અને ઈ.ગ્રામ કનેક્ટીવીટી ધરાવતા ગામડાઓમા પણ મહાકાર્ડ કાઢવાની સુવિધા ચાલુ કરાવાની ખાત્રી આપી હતી.

દર્દીઓ ને પડતી મુશ્કેલીઓ અને પોતાની ફરિયાદનાતાત્કાલિક અમલીકરણ માટે AIMIM પાર્ટી ના જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલ તથા તેમની પૂરી ટીમે ડો. કાપડીયા.સહિત કલેક્ટર જુનાગઢ તથા જિલ્લા વિકાસ અધિકારી વિગેરે સમક્ષ પ્રજા ચિંતક અંતર્ગત એક અખબારી યાદી દ્વારા એ આઈ એમ આઈ એમ ના જૂનાગઢ જિલ્લા પ્રમુખ એ જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here