છોટાઉદેપુર જિલ્લાના સાર્વત્રિક વરસાદ ઉપરવાસમાં વરસાદ થતાં ઓરસંગ નદીમાં પાણીની આવક વધી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં પુનઃ ચોમાસુ માહોલ જામ્યો છે હવામાન ખાતાની આગાહી અનુસાર સમગ્ર વિસ્તારમાં પાંચ દિવસ વરસાદ રહેવાનો હોય જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જ્યારે છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરા ના જંગલમાંથી નીકળતી હોય તેમાં વહેલી સવારે ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ફરી એકવાર નવા પાણીની આવક થઈ હતી અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ તથા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ તારીખ 15 શુક્રવારના રોજ ના સવારથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારબાદ વરસાદે બપોરના વિરામ લીધો હતો અને સાંજના 8:00 કલાકથી વરસાદની શરૂઆત થઈ હતી જે વરસાદ ધીમીધારે આખી રાત વર્ષયો હતો છોટાઉદેપુર નગરમાં આજરોજ શનિવાર હોય અઠવાડિક આઠ બજાર ભરાતું હોય પરંતુ નિરંતર વરસાદને કારણે આઠ બજાર પણ ભરાયું ન હતું અને જનજીવન ફોરવાઇ ગયું હતું સાથે સાથે વેપારીઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા હતા છેલ્લા બે દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પિયતની સગવડ ન હોય અને માત્ર ચોમાસું ખેતી ઉપર નિર્ભર હોય જેથી વરસાદ સારો થતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી ફેલાય છે આકાશમાંથી ઘી વરસ્યું હોય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે ખેતરમાં વાવેલું અનાજ ને પાણીની ખુબ આવશ્યકતા હતી અને વરસાદ પડે તેની ખેડૂતો રાહ જોઈને બેઠા હતા અચાનક કુદરત મહેરબાન થતા ખેડૂતોની આશાઓ પડી છે છોટાઉદેપુર ખેતરમાં કપાસ, મકાઈ, ડાંગર, જેવી મહત્વની ખેત પેદાશોને પાણીની તાતી જરૂર હતી અને આકાશમાંથી વરસાદ વરસતા તે જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ છે અને આવનારો વર્ષ સારું રહેશે તથા ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમ ધરતીપુત્રો જણાવી રહ્યા છે
છોટાઉદેપુર જિલ્લાના ગતરોજ તારીખ 15/9/23 અને આજરોજ તારીખ 16/9/23 ના બપોરના 2:00 વાગ્યા સુધી માં એમ બે દિવસમાં છોટાઉદેપુર તાલુકામાં 92 એમએમ પાવીજેતપુર તાલુકામાં 38 એમએમ સંખેડા તાલુકામાં 53 એમએમ નસવાડી તાલુકામાં 51 એમએમ બોડેલી તાલુકામાં 46 એમએમ અને કવાટ તાલુકામાં 93 એમએમ વરસાદ નોંધાયો હતો સૌથી વધારે વરસાદ કવાંટ તાલુકાના 93 એમએમ જેવો નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ પાવીજેતપુર તાલુકામાં 28 એમએમ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here