તા.૨૮મી ઓગસ્ટે પંચમહાલ જિલ્લામાં યોજાશે ‘કસુંબી નો રંગ’ કાર્યક્રમ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત જિલ્લાનો કાર્યક્રમ ગોધરામાં સરદાર નગરખંડ ખાતે યોજાશે

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીના ઉપલક્ષમાં તા.૨૮મી ઓગષ્ટ,૨૦૨૧ ને શનિવારના રોજ રાજ્ય સમસ્તની જેમ, પંચમહાલ જિલ્લામા પણ ‘કસુંબી નો રંગ’ કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા અને જિલ્લા વહવટી તંત્ર પંચમહાલ દ્રારા કૃષિ,પંચાયત, પર્યાવરણ(સ્વતંત્ર હવાલો) રાજયકક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાન પદે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ તેમજ મહાનુભાવ કુલપતિશ્રી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાનાશ્રી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા(IAS)ની ઉપસ્થિતિમાં ગોધરામાં સરદાર નગરખંડ ખાતે યોજાશે
૨૮મી ઓગસ્ટે-૨૦૨૧ ને શનિવારના રોજ ગોધરામાં સરદાર નગરખંડ ખાતે યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન કવિ શ્રી મેઘાણીના જીવન કવનને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મના નિદર્શન સાથે મેઘાણી સાહિત્યનુ વિતરણ પણ કરાશે. આ ઉપરાંત શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો અને કાવ્યોની વિવિધ કલાકારો ગ્રુપ દ્વારા પ્રસ્તુતિ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here