શહેરા : નવી સુરેલી ક્લસ્ટરના આચાર્યશ્રીઓની SOP ની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શન બેઠક યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના નવી સુરેલી ક્લસ્ટરના આચાર્યશ્રીઓની શૈક્ષણિક તેમજ વહીવટી માર્ગદર્શન અને સમીક્ષા બેઠક બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં નવી સુરેલી પ્રા.શાળા ખાતે યોજવામાં આવી. રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા દેવલિયા પ્રા.શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત તેમજ તમામ આચાર્યશ્રીઓ દ્વારા બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ. કલ્પેશ આર.પરમારને શાલ ઓઢાળી ફુલછડી દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. નવી સુરેલી સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી રમેશભાઈ પ્રતાપસિંહ પરમાર દ્વારા 50 થી વધુ શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક મુદ્દાઓની તંદુરસ્ત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારે જણાવ્યું હતું કે, નવી સુરેલી ક્લસ્ટરની તમામ શાળાઓની વર્તમાન સમયની કામગીરી ઉત્તમ જોવા મળી હતી. જેને ધ્યાને લઈ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તમામ આચાર્યશ્રીઓને ગુગલ ડોક્યુમેન્ટ્સ દ્વારા પોતાની કામગીરીના ડોક્યુમેન્ટ નિભાવવા વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મિટિંગમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આયોજન, આદર્શ સમયપત્રક, દૈનિક નોંધ, શાળા સ્વચ્છતા, સલામતી, શૈક્ષણિક કાર્ય, આદર્શ પાથ આયોજન, સ્કૂલ ઓફ એક્સેલન્સ, ગુણોત્સવ 2.O, એકમ કસોટી, G-SHALA, TLM નિર્માણ, સમયદાન, ટિવિંગ પ્રોગ્રામ, માઈક્રોસોફ્ટ ટીમ્સ એપના માધ્યમથી શિક્ષણ અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. સી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી દ્વારા સૌના માટે ચા કોફી તેમજ પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પગાર કેન્દ્ર આચાર્યશ્રી ભાવસિંહ વણઝારાએ આભાર વિધિ કરી હતી. નવી સુરેલી ક્લસ્ટરની પેટા શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. SOP ની મિટિંગ ઉત્તમ આયોજન અને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ સૌને અભિનંદન. સમગ્ર મિટિંગ દરમિયાન શિક્ષણ વિભાગની SOP અને કોવિડ – 19 ની ગાઈડલાઈન અનુસરવામાં આવશે… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here