સુરત : રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના હોદ્દેદારોની મહેનત રંગ લાવી….

સુરત, દિપ મહેતા :-

રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીની રજુઆત બાદ ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં ધમધમતા દારૂના વ્યવસાય પર દરોડા….
ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં લિસ્ટેડ બુટલેગરના ત્યાં ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી લાખોની મત્તા સાથે લિસ્ટેડ મહિલા બુટલેગરને ઝડપી પાડ્યા.
રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના સુરત શહેરના યુવા પ્રમુખ દિપભાઇ મહેતા દ્વારા ગત તારીખ 30/08/2022 ના રોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીશ્રી ને ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં ચાલતા દારૂના વ્યવસાય બંધ કરાવવા અરજી કરી હતી
પરતું તે અરજી અનુસધાને જ્યારે દિપભાઇ મહેતાને નિવેદન લખવા પહોંચ્યા ત્યારે તો કંઇક અલગ જ જાણવા મળેલ છે ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં 60 થી પણ વધારે દેશી તથા વિદેશી દારૂના કાળા કરોબાર ધમધમી રહ્યા છે ?
આ જોતા જણાય છેકે દારૂ બંધી માત્ર ને માત્ર કાગળ પર છે ?
વધું માં સુરત શહેરના યુવા પ્રમુખ દિપભાઇ મહેતા સાથે વાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયા પછી પણ સુરત શહેર માં દારૂ નું વેચાણ ખુલ્લે આમ ચાલી રહ્યું છે ત્યાં સ્થાનિક પોલીસ ને અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે છેવટે રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના હોદ્દેદારો દ્વારા ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલમાં રજુઆત કરવામાં આવેલ ત્યાર બાદ ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં વર્ષોથી દારૂનો વ્યવસાય કરતી મહિલા બુટલેગર રમીલાના ત્યાં દરોડા પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here