પંચમહાલ પોલીસની ઉમદા કામગીરી… સાત વર્ષની બાળાના અપહરણ અને લૂંટના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

નિઃસંતાન હોવાના દુઃખથી પીડાતા આરોપીએ બાળકીનો કર્યો હતો અપહરણ

ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ પાસેથી પલ્સર મોટર સાયકલ ઉપર સાત વર્ષની બાળાનું અપહરણ કરી લુંટ ચલાવી ભાગી ગયેલા અજાણ્યા ઈસમને પંચમહાલ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરા શહેરના ભરચક એવા લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગતરોજ સાંજના સાડા પાંચ કલાકે એક અજાણ્યો ઈસમ લાલ કલરની પલ્સર મોટર સાયકલ ઉપર અપહરણ લુંટ અંગેની ફરીયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. ફરીયાદના આધારે પોલીસની ટીમોએ નેત્રંમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝની તપાસ કરી હતી.

તપાસમાં લાલ કલરની મોટર સાયકલ ઉપર ફરીયાદીની દિકરી તેમજ તેના દાદા જણાઈ આવતા મોટર સાયકલ નંબરના આધારે માલીકના નામ સરનામા તેમજ હ્યુમન સોર્સીસ આધારે રોશન ઉર્ફે નાનાભાઈ નટવરભાઈ મોતીભાઈ ચૌહાણ રહે.સામલી બેટીયા ગોધરાનાઓને દેવતલાવડી ગોધરા ખાતેથી બાળકીનો સલામત રીતે કબજો મેળવી અપહરણ અને લુંટ કરનારને ઝડપી પાડ્યો હતો. લૂંટાયેલ રોક્ડ રૂપીયા તેમજ મોબાઈલ ફોન રીકવર કરી અને ફરીયાદીને બાળકી સુપ્રત કરી ગણતરીના કલાકોમાં પંચમહાલ જિલ્લા પોલીસે લુંટ તેમજ અપહરણનો ગુનો ડીટેક કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here