શહેરા નગરમા વિધ્નહર્તાની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીનો માહોલ બન્યો ગણેશ… ગણેશ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરામા ગણેશ ચતુર્થીના દિવસે નગરના વિવિધ વિસ્તારમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી દુંદાળાદેવની પૂજા અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું અબીલ ગુલાલની છોળો ઉડાડતા તથા ઢોલ-શરણાઇ ની સુરાવલીઓ સાથે ભગવાન ગણપતિની શોભાયાત્રા તળાવ ખાતે પહોંચી હતી ત્યાં ગણેશજી ની નાની મોટી  મૂર્તિઓનું  વિસર્જન  કરવામાં આવ્યું હતુ.ભારે ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક  ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ થઇ હતી.

શહેરામા ગણેશ મહોત્સવ લઇને અનેરો આનંદ અને ઉત્સાહ ગણેશ ભક્તો મા જોવા મળી રહયો હતો.ગણેશ ચતુર્થીના દિવસે નગરમાં વિવિધ સ્થળે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.  પાંચ દિવસ સુધી ગણેશજીની  પૂજા અર્ચના ભક્તિ ભાવ પૂર્વક કરવામા આવી હતી. નગર વિસ્તારમા ગણેશ વિસર્જન ને લઈને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ગણેશ રૂટ પર તેમજ તળવા ખાતે ગોઠવામાં આવ્યો હતો. ગણેશ ભકતોઓ એ  ગણપતિ બાપ્પા મોરિયા…. ના નાંદથી વાતાવરણ ગુંજાઈ  ઉઠયું હતું. ઢોલ – શરણાઈ ના સુર રેલાતા હતા તો ક્યાંક ડી.જે .ના તાલે ગણેશ ભકતો  ઝૂમી  રહ્યા હતા. ગણેશ મંડળો એ પોલીસના સૂચનોનું પાલન કરીને ટૂંકા માર્ગે ગણેશ પ્રતિમા સાથે તળાવ ખાતે પહોંચી ગયા હતા. પાંચ દિવસ ની આરાધના બાદ ગણેશજી ની વિદાય થઈ રહી હતી.ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના ના નાંદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ અબીલ ગુલાલ ઉડતા ની સાથે જાણે ભક્તિ નો રંગ ઉડતો હોય તેવા મનમોહક દ્રશ્ય સર્જાયું હતુ નગર ના મુખ્ય તળાવ મા નાની મોટી 50થી વધુ ગણેશ પ્રતિમાઓ નુ વિસર્જન કરાયુ હતુ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલ મા ભારે ઉત્સાહ અને ભક્તિભાવ
પૂર્વક ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ થઇ હતી.

શહેરામા ગણેશજીની આન બાન અને શાનથી શાહી સવારી નીકળી હતી ગણેશ ભક્તો ગણપતિ બાપ્પા મોરીયાના નાંદ સાથે ડીજે અને ઢોલ ના તાલે ઝુમતા નજરે પડી રહ્યા હતા નગર ના મુખ્ય તળાવ મા  ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ગણેશ ઉત્સવ ની પૂર્ણાહુતિ થઇ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here