સિદ્ધપુરમાં બ્લડ ડોનરે જન્મદિવસે બ્લડ કેમ્પ યોજી 105 બોટલ બ્લડ એકત્ર કર્યુ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પૂર્વ ધારાસભ્ય એવા ભાજપ અગ્રણી અલ્પેશ જી ઠાકોરે પણ રકતદાન કરી યુવાનોને પ્રેરીત કર્યા

શ્રી સદારામ બ્લ્ડ સેવા સમિતી પાટણ ના જિલ્લા પ્રમુખ એવા રક્તદાતા સેંધુભા ઠાકોરના જન્મ દિવસ નિમીત્તે સિધ્ધપુરના રાજપુર ખાતે મેગા રકતદાન કેમ્પમાં યોજાયો હતો.જેમાં સિદ્ધપુર સિવિલ,ધારપુર મેડિકલ કોલેજ અને પાટણ એચ.કે.બ્લડબેન્ક ની ટિમોની દેખરેખ હેઠળ રક્તદાતા ઓએ ઉત્સાહ પૂર્વક રક્તદાન કરી 105 બોટલ રક્ત એકત્ર કર્યું હતું.આ કેમ્પમાં આંખ તથા દાતના દર્દીઓનું ફ્રી ચેક અપ કરવામા આવ્યુ હતું. બ્લડ કેમ્પના મુખ્ય મહેમાન એવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ભાજપ અગ્રણી અલ્પેશજી ઠાકોરે પણ રકતદાન કરી યુવાનોને પ્રેરીત કર્યા.એકત્ર કરાયેલ બ્લડમાંથી 35 બોટલ ધારપુર કોલેજ માં,40 બોટલ સિદ્ધપુર સિવિલ માં જ્યારે 30 બોટલ એચ.કે. બ્લડબેંક માં જરૂરિયાતમંદો માટે જમા કરાવાઈ હોવાનું સેંધુભા ઠાકોરે જણાવ્યું હતું.આ મેગાકેમ્પમાં આંખ તથા દાતના દર્દીઓનું ફ્રી ચેકઅપ પણ કરવામા આવ્યુ હતુ.આ કેમ્પમાં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર,નગર પાલિકા યુવા સદસ્ય અંકુરભાઈ મારફતિયા, દિનેશભાઈ પટેલ,કેતન ભાઈ પટેલ,ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ જીલ્લા પ્રમુખ જીબાજી ઠાકોર, પ્રદેશ સહમંત્રી પ્રભાતસિંહ મેથાણ,પાટણ તાલુકા પ્રમુખ જગદેવસિંહ,પાટણ શહેર પ્રમુખ નટવરજી ઠાકોર,સરસ્વતી તાલુકા પ્રમુખ ભવાનજી ઠાકોર, સિધ્ધપુર તાલુકા પ્રમુખ ભરતજી ઠાકોર,સિધ્ધપુર શહેર પ્રમુખ કનુજી ઠાકોર, સિધ્ધપુર શહેર/તાલુકા કોર કમીટી સહિત પ્રદેશના હોદ્દેદારો,ઓએસએસ એકતા મંચ તેમજ ઠાકોર સેના સિદ્ધપુર શહેર/તાલુકાના તેમજ ગ્રામ સમિતિના હોદ્દેદારો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સામાજિક કાર્યને બિરદાવી સેંધુભા ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ મેગા કેમ્પને સફળ બનાવવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના તમામ હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી હોવાનું શહેર મીડિયા કન્વીનર મનોજ સિંહ ઝાલા એ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here