નર્મદા જીલ્લાના મોટી દેવરુપણ ગામની નદી ઉપર મોટો બ્રીજ બનાવવા આમ આદમી પાર્ટીની માંગણી, ચોમાસામા સંપર્ક વિહોણા થતાં ગ્રામજનો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જીલ્લા પ્રમુખ ડૉ કિરણ વસાવા સહિત ના આગેવાનો એ દેવરુપણની મુલાકાત લીધી ગ્રામજનોને આપી સાંત્વના

જીલ્લા પંચાયતો સહિત તાલુકા પંચાયતો ની મુદ્દત પૂર્ણ થતાં નર્મદા જિલ્લામા ટુંક સમયમાં જ ચૂંટણી ઓ નુ મંડાણ થનાર છે ત્યારે આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીઓમા ઝુકાવે તો નવાઈ નહીં, હાલ નર્મદા જિલ્લામા આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી લોકોની સમસ્યાઓને વાચા આપવા સમસ્યાઓને ઉજાગર કરવાના પ્રયાસો હાથ ધરી રહી છે.

ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન સાગબારા તાલુકાના મોટી દેવરુપણ ગામની નદી બે કાંઠે વહેતા નદી ઉપરનુ નાનુ બ્રીજ નદીના પાણીમા ડુબી જતા આ વિસ્તારમાં હજારો લોકો સંપર્ક વિહોણા બન્યા હતાં, વહીવટી તંત્ર સામે લોકોમા આક્રોષ ફેલાયો હતો.

ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા અધ્યક્ષ ડો. કિરણ વસાવાએ સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામની મુલાકાત લીધી. જેમાં ગામના મુખ્ય રસ્તા ઉપરના પુલ ઉપર તાપી નદીના પાણી દર વર્ષે પુલ ઉપર ફરી વળે છે. જેના કારણે કામ સંપર્ક વિહોણું બની જાય છે. વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે.
બીમાર લોકોને પણ લોકો ઊંચકીને ગામ બહાર લાવવા મજબૂર બને છે. ગર્ભવતી બહેનોને કઈ રીતે દવાખાને પોહચાડવું એવી સમાશ્યાઓ થાય છે.
આવી તકલીફો સરકારી તંત્રને ખબર પડતી નથી. સાથે સત્તા ઉપર બેઠેલા લોકોને પણ સામાન્ય અને લાચાર પ્રજાની પડેલી હોતી નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ સામાન્ય જનતાને વાચા આપવા માટે બીડો ઉઠાવવાનું કામ કરતા મોટી દેવરૂપણ ગામની મુલાકાત ડૉ. કિરણ વસાવાએ પોતાના કાર્યકરો સાથે લીધી્ હતી.

ડૉ કિરણ વસાવાએ આ બાબતે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી, લોકો પારાવાર યાતનાઓ ભોગવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી સરકાર સુધી સમસ્યાઓ પહોચાડી તેનુ નિરાકરણ લાવવા મક્કમ છે, જો સરકાર દ્વારા કામગીરી નહી કરાય તો આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here