નર્મદા : ગ્રામ પંચાયત ની ચુંટણીઓમા નિયત સમય ૪૮ કલાક પહેલાં ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પ્રચારના અંત પછી મતદાર ક્ષેત્ર મા મતદારો સિવાય અન્ય ના પ્રવેશ ઉપર પ્રતિબંધ

રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧ ના જાહેર થયેલ કાર્યક્રમ અન્વયે ચુંટણીઓ મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય તથા લોકો કોઈપણ પ્રકારના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે તે હેતુસર નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયમાં ચૂંટણી પ્રચાર કરવા ઉપર અને જે વ્યક્તિઓ જે તે મતદાર વિભાગ / વોર્ડના, મતદાર અથવા ઉમેદવાર અથવા ચૂંટણી એજન્ટ ન હોય તો ચૂંટણી ઝૂંબેશનો સમયગાળો પૂર્ણ થયા પછી તે મતદાર વિભાગ / વોર્ડમાં હાજર રહેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું તા.૧૭/૧૨/૨૦૨૧ ના સાંજના ૬.૦૦ કલાકથી તા.૧૯/૧૨/૨૦૨૧ ના સાંજના ૬.૦૦ કલાક સુધી તેમજ પુન: મતદાનના કિસ્સામાં તા.૨૦/૧૨/૨૦૨૧ ના સાંજના ૬.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું નર્મદા જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારમાં લાગુ પડશે.

આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુધ્ધ લેખિત ફરીયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here