શહેરા : ખોજલવાસા ક્લસ્ટરની શાળાઓમાં NMMS પરીક્ષાના માર્ગદર્શન વર્ગો શરૂ કરાયા…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ સી.આર.સી.કો.ઓર્ડીનેટર ખોજલવાસા જયપાલસિંહ બારીઆના નેતૃત્વમાં ખોજલવાસા ક્લસ્ટરની શાળાઓમાં રજિસ્ટ્રેશન કરાયેલા ૮૧ વિદ્યાર્થીઓ માટે ફળિયામાં જ NMMS પરીક્ષાના વર્ગો ચાલું કરવામાં આવ્યા છે. નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના MHRD ન્યુ દિલ્હી દ્વારા અમલમાં મુકવામાં આવેલ સિલેબસના તમામ એકમો જેમાં ત્રિકોણમાં કેટલા ત્રિકોણ, કૌટુંબિક સંબંધો શોધવા, અંગ્રેજી મૂળાક્ષર ક્રમમાં ગોઠવો, ઊંચું નીચું, ચોરસમાં કેટલા ચોરસ, લંબચોરસમાં કેટલા ચોરસ અને લંબચોરસ, નિશાની યોગ્ય ક્રમમાં ગોઠવો, ગાણિતિક ચિહ્નો બદલી સાદુરૂપ આપો, અલગ પડતા જૂથ ગોઠવો, મિરર ઈમેજ દર્પણ આકૃતિ, અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણી, સાંકેતિક ભાષા કસોટી કોર્ડિંગ લેંગ્વેજ, શ્રેણી આધારિત પ્રશ્નો, વિશિષ્ટ પ્રકારના પ્રશ્નો, તાર્કિક ક્રમમાં ગોઠવો, અલગ પડતો શબ્દ ઓળખો, શ્રેણી પૂર્ણ કરો ભાગ – 1 અને શ્રેણી પૂર્ણ કરો ભાગ – 2 ને સાજીવાવ પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક રેખાબેન અને મણીભાઈ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. સી.આર.સી.ખોજલવાસા દ્વારા વર્ગોની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ પ્રશ્નોતરી દ્વારા મહાવરો કરતા જોવા મળ્યા. તેમને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી જયપાલસિંહ બારીઆએ વિવિધ એકમોનું વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here