Inspire Mamak Award – 2020 માં રાજ્ય કક્ષાએ શહેરા તાલુકો ૪ લાખ ૧૦ હજારના ઈનામ સાથે પ્રથમ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાની ૧૫૦ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ, ૪૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને વિશાળ ફલક પર વિસ્તરીત કરવા સમગ્ર શિક્ષા, શહેરાના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ. કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 માં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના સંયુક્ત ૧૫૩૬ અને શહેરા તાલુકાની ૧૪૫ શાળાના ૨૩૭ વિદ્યાર્થીઓએ On line રજીસ્ટ્રેશન કર્યું હતું. જિલ્લાના ૧૭૩ અને શહેરા તાલુકાના ૪૧ વિદ્યાર્થીઓની પસંદગી સાથે જિલ્લો અને શહેરા તાલુકો રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ૧૭ લાખ ૩૦ હજાર સમગ્ર જિલ્લાના અને શહેરા તાલુકાના ૪ લાખ ૧૦ હજાર રૂપિયા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. સી.આર.સી.ખોજલવાસા જયપાલસિંહ બારીઆ અને સી.આર.સી.નવી વાડી ગોવિદ મહેરાના નેતૃત્વમાં પસંદગી થયેલ બાળકોના પ્રોજેકટનો ઉપયોગ સમાજ ઉપયોગી બને તે હેતુથી બી.આર.સી.ભવન શહેરા ખાતે માર્ગદર્શન વર્કશોપ કરવામાં આવશે. કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈન મુજબ શહેરા તાલુકાની ડોડીયાણી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.વી.એમ.પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ, બી.આર.સી.શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર અને બીટ કેળવણી નિરીક્ષક નાંદરવા સરદારસિંહએ બાળકોના પ્રોત્સાહનમાં વધારો કરવા તેમને સન્માનપત્ર અને બુકેથી સન્માનિત કરી શુભ આશિષ પાઠવ્યા હતા. શહેરા તાલુકાના તમામ બાળકોને કોરોના મહામારીના સમયે સલામતી, સુરક્ષા અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણમાં નાવીન્યકરણ કરવા Inspire Mamak Award – 2020 સંદર્ભે પ્રોત્સાહન મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ પ્રતિબદ્ધ છે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે રજીસ્ટ્રેશન કરનાર તમામ બાળકો અને માર્ગદર્શન આપનાર સૌને અભિનંદન પઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here