શહેરા બસ સ્ટેશનમાં ફરજ બજાવતા કંટ્રોલર અને સ્કેનિંગ મેન દ્વારા માસ્કનું વિતરણ કરી મુસાફરોને જાગૃત કરાયા…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

વર્તમાન સ્થિતિએ કોરોના મહામારીનો કપરો સમય ચાલી રહ્યો છે જેના પડધા ચારેકોર વધતા હાહાકાર મચી જવા પામ્યો છે,જોકે આવી વિકટ પરિસ્થિતિને કાબુમાં લેવા અનેક સેવાભાવી લોકો ફુલ નહિ તો ફુલની પાંખડી અર્પી મદદરૂપ થાય છે ત્યારે કોરોના મહામારીના પગલે શહેરા બસ સ્ટેશનમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, શહેરા બસ સ્ટેશનમાં ફરજ બજાવતા કંટ્રોલર દિનેશ પંચાલ તેમજ સ્કેનિંગ મેન આમીનભાઈ શેખ દ્વારા અંદાજીત ૧૦૧ માસ્કનું વિતરણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને જાગૃત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here