શહેરા : ઈન્ટર સ્કૂલ બેન્ડ કોમ્પિટિશન – 2021 માં બોડીદ્રા ખુર્દ કે.જી.બી.વી. મધ્ય ઝોન કક્ષાએ પ્રથમ નંબરે…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર પ્રેરિત અને શિક્ષણ વિભાગ તથા સમગ્ર શિક્ષા ગાંધીનગર માર્ગદર્શિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરા, આયોજીત મધ્ય ઝોન અંતર્ગત વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, દાહોદ તેમજ છોટાઉદેપુર સહિતના સાત જીલ્લાઓની પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ સ્વનિર્ભર શાળાઓ માટે ઈન્ટર સ્કૂલ બેન્ડ કોમ્પિટિશન – 2021 જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ છાણી, વડોદરા ખાતે યોજાઈ. શહેરા તાલુકાની બોડીદ્રા ખુર્દ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની 25 બાલિકાઓએ ઈન્ટર બેન્ડ સ્પર્ધામાં ભાગ લઈ જુદા જુદા તાલ વગાડી પરેડની જૂદી જુદી કરતબો દ્વારા ઉત્કૃષ્ટ કૌશલ્ય વર્ધન પ્રદર્શન કરી ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. વડોદરા જિલ્લા સમાહર્તા કલેકટર સાહેબ, વડોદરા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, વડોદરા ડિવિઝન પોલીસ અધિક્ષક સુપરિન્ટેન્ડન્ટ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈન્ટર સ્કૂલ બેગ કોમ્પિટિશન – 2021 માં પ્રથમ નંબરે વિજેતા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બોડીદ્રા ખુર્દ શહેરાની દીકરીઓ અને ટીમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. સી.આર.સી.ગુણેલી નટવરસિંહ ચૌહાણ તેમજ બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બોડીદ્રા ખુર્દની વ્હાલી દીકરીઓને મળેલ પ્રથમ નંબરને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, દીકરીઓને બોડીદ્રા ખુર્દ સ્ટાફ દ્વારા શિક્ષણ સાથે ઉત્તમ કેળવણી આપવામાં આવી રહી છે. તેમજ દીકરીઓ પણ ખૂબ ઉત્સાહ પૂર્વક શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક કાર્યમાં સફળતા મેળવીને ગામ, તાલુકો, જિલ્લાનું નામ રોશન કરેલ છે. તે માટે શહેરા શિક્ષણ પરિવાર તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવે છે. તેમજ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર ડૉ.વી.એમ.પટેલ સાહેબે પણ દિકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here