છોટાઉદેપુર : રાજય બહારના છેલ્લા ચાર વર્ષથી મોટર સાયકલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસીધ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ઈમ્તિયાઝ શેખ સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના કે. કે. પરમાર પોલીસ સબ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી હક્કિત આધારે જેતપુરપાવી પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૦૦૨૧૧/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે નાસતા ફરતો આરોપી છોટાઉદેપુર બજારમાં આવનાર છે. જે મળેલ બાતમી હકિકત આધારે આરોપીની તપાસ દરમ્યાન છોટાઉદેપુર ટાઉન, રંગપુર નાકા પાસેથી મળી આવતાં તેને કોર્ડન કરી પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1)1 મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ:-
વિકલાભાઇ હરસીંગભાઇ ટોકરીયા રહે.ખામડખા, તા.કકીવાડા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
આ કામગીરી કરનાર:-
પો.સ.ઈ. કે.કે.પરમાર, HC રાજેશભાઇ, HC અમરસીંગભાઇ, HC વિજયભાઇ, PC મહમદસાદીક તથા ડ્રLHC યોગેશભાઈ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here