વેપારી મથક કોસીંદ્રા અને ચલામલીમાં અઠવાડિક લોકડાઉન વધારવાનો નિર્ણય

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા અનેક ગામોમાં વેપારી મંડળ,ગામના આગેવાનો અને ગ્રામ પંચાયતના સરપંચ સહીત સભ્યોની બેઠક સમયાંતરે યોજાઈ રહી છે.જેમાં ગામના હિતોની રક્ષા અંગેની ચર્ચાઓ કરવામાં આવે છે.જેના ભાગરૂપે બોડેલી તાલુકાના વેપારીમથક એવા કોસીંદ્રા અને ચલામલી ગામે વેપારી મંડળ,ગ્રામ પંચાયતના સરપંચ,ડે.સરપંચ,સદસ્યો અને આગેવાનોએ બીજા તબક્કાના લોકડાઉન અંગે યોજેલ બેઠકમાં સર્વસંમતિથી સ્વૈચ્છીક લોકડાઉનને ૭ દિવસ માટે આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આજ થી ૧૨ મે સુધી સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.કોસીંદ્રા અને ચલામલીમાં સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી તમામ દુકાનદારો પોતાની દુકાન ખોલીને સોસીયલ ડિસ્ટનસિંગના પાલનથી ધંધો કરી શકશે.ઇમર્જન્સી દુકાનો મેડિકલ,દવાખાનાને સ્વૈચ્છીક લોકડાઉનમાંથી છુટ્ટી આપવામાં આવી છે.કોસીંદ્રા અને ચલામલી સહીત આજુબાજુના ગ્રામજનોએ પણ વેપારી મંડળ,પંચાયત અને આગેવાનોએ લીધેલ સ્વૈચ્છીક લોકડાઉનના નિર્ણયને આવકાર્યો છે કોરોના મહામારીમાં વેપારીઓએ બોલાવેલી બેઠકમાં વધુ ૭ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉનન કરવાના નિર્ણયને ચારેબાજુથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આમ કોસીંદ્રા અને ચલામલીમાં વેપારી મંડળ,ગ્રામ પંચાયત અને આગેવાનોએ વધુ ૭ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here