જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીઓ બીજા દિવસે તિલકવાડાં ખાતે 34 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

આગામી તા. ૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત ની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે બીજા દિવસે તા. ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને મંગળવારના રોજ તિલકવાડાં તાલુકામાં તાલુકા પંચાયત ની 16 બેઠક માટે 34 ફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું.

જેમાં તિલકવડાં મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયત ની 10 બેઠકો માટે 24 ફોમ નું વિતરણ કરાયું જ્યારે તાલુકા પંચાયત ખાતે 6 બેઠકો માટે 10 ફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું અને હાલ એક પણ ફોર્મ ભરી ને પરત આવ્યું નથી.

ગઇકાલે માટે તિલકવાડાં મામલતદાર કચેરી ખાતે 10 બેઠકો માટે 29 ફોર્મ નું વિતરણ કરાયું જ્યારે તિલકવાડાં તાલુકા પંચાયત ખાતે 6 બેઠકો માટે 21 ફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું, આમ બે દિવસ માં કુલ 84 ફોર્મ નું વિતરણ કરવા આવ્યું જેમાં થી એક પણ ફોર્મ ભરી ને પરત આવ્યું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here