નર્મદા જીલ્લામા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી 38 સાજા થતાં દવાખાનામાથી રજા અપાઈ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં તા.૫ મી ના રોજ RTPCR ટેસ્ટમાં વધુ ૪૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૩ સહિત કુલ-૫૭ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૦ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૩૦, હોમ આઇસોલેશનમા ૧૦૧ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૬૭ દરદીઓ સહિત કુલ-૩૨૮ દરદીઓ સારવાર હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૫ મી મે, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૪૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૩ સહિત કુલ-૫૭ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૯ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૯ દરદીઓ મળી કુલ 38 દર્દી ઓ ને દવાખાના માથી આજે રજા અપાઇ છે , આમ હોમ આઇસોલેશનમા ૧૦૧ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૦ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૩૦ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૬૭ દરદીઓ સહિત કુલ-૩૨૮ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૪૯૭ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૯૩૧ સહિત કુલ-૧૪૨૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૫ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૮૨,૭૬૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૬૨૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here