વાવાઝોડા સાથે વરસાદ…નસવાડી બોડેલી રોડ પર મસમોટા ઝાડ ધરાસયી થતા ટ્રાફિક જામ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી  :-

નસવાડીમા આજરોજ વાવાઝુડા સાથે વરસાદ વરસતા નસવાડી બોડેલી રોડ પર મસમોટા ઝાડ ધરાશયી થતા ટ્રાફિક જામ થયો વાસણા ચોકડી પર ગ્રામજનોએ જાતે કુહાડી લઇ વૃક્ષો કાપવામા લાગી ગયા હતા જેના કારણે ટ્રાફિક ની સમસ્યા હલ થાય પરંતુ વૃક્ષો મોટા ધરાશયી થવાના કારણે હજુ સુધી ટ્રાફિક ની સમસ્યા હલ થયેલ નથી મોટી માત્રામા વાહનોની લાંબી કતાર લાગી છે જે હજુ સુધી હલ થયેલ નથી જયાં સુધી રોડ પર પડેલા મસમોટા ઝાડ હટે નહી ત્યાં સુધી ટ્રાફિક આ સમસ્યાનો ઉકેલ આવે નહી પરંતું હાલ વરસાદ વાવાઝુડા ને લઇ ભારે નુકસાન થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here