પંચમહાલ જિલ્લામાં વધુ ૧૮ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૧૮ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ કુંભારવાસ, ખાલપા પ્લોટ, તેજસ એપાર્ટમેન્ટ (રાયણવાડી સોસાયટી), મહાવીરનગર-૦૭, શક્તિનગર, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ દર્પણ સોસાયટી-૦૨, ગોપીનગર-૦૨, આમ્રપાલી-૦૪, માનસરોવર વિસ્તાર, સાગર સોસાયટી, ચમારવાસ (રોહિત વાસ), મનુસ્મૃતિ-૦૪, શારદાનગર, તીર્થ રેસીડેન્સી (કણજરી રોડ), જયશ્રી કોલોની સી-૦૪ સ્ટાફ કોલોની, ઘોઘંબા તાલુકામાં ઘોઘંબા ગામમાં સમાવિષ્ટ ખેરીયા ડુંગરી ફળિયું, કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ હરિનગર (કોલેજ નજીક), ગાયત્રીનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here