છોટાઉદેપુર : નસવાડીમા વાવાઝોડાના કારણે ભારે નુકસાન

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ટાઉનમા આજે ભારે વાવાઝુડા સાથે વરસાદ પડ્યો જેમા નસવાડીના ઘણા વિસ્તારમા નુકસાન થવા પામ્યો છે અને મેમણ કોલોની વિસ્તારમા પણ વીજપોલ પડી ગયા હતા અને બીજા વિસ્તારોમા ઘરના પતરા થી લઈ જેના કાચા મકાનો છે એ લોકોને પણ ભારે નુકસાન થવા પામ્યુ છે હાલ તો નસવાડી ખાતે કેટલાક વિસ્તારોમાં ભારે નુકશાન થવા પામ્યુ છે અને માર્ગ પર પણ મોટા તોતિંગ વૃક્ષો પડી જવાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પરંતું વાવાઝુડુ અને વરસાદ ઓછો થયા પછી નિરીક્ષણ દરમિયાન જોવા મળ્યુ છે નસવાડી ખાતે વાવાઝુડા વરસાદથી ઘણુ નુકશાન થયુ છે જેને નુકશાન થયુ છે તેવા લોકોના ઘરે લોકો પતરા હટાવવા વગેરે જેવી મદદ માટે પોહચી બને તેટલી મદદ કરી હતી અને રોડ પરના વૃક્ષો હટાવી ટ્રાફિક પણ ચાલુ કરવામાં આવ્યુ હતુ અને નસવાડી ટાઉનમા વાવાઝુડા સાથે વરસાદ ના કારને લાઈટ પણ નથી અને લોકો આજે ગરમી વેઠવાનો વારો આવ્યો છે પરંતું કુદરત આગળ કોઈનુ ચાલે નહી માટે એમ.જઇ.વી.સી.એલ ના કર્મચારીઓ કામે લાગી લાઈટો ચાલુ કરવાના પ્રયત્નો કરી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here