વાંકાનેર પંથકમાં સંભવિત વાવાઝોડા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિભાગનો સમગ્ર સ્ટાફ સજાગ

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

સમગ્ર રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા કરેલી વાવાઝોડા પવનની આગાહી અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત વિવિધ શહેર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા સાવચેતીના પગલાં રૂપે સમગ્ર કર્મચારીઓ એલર્ટ હોય જે સમય દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ટીમ દ્વારા વિવિધ ગ્રામ્ય પંથકમાં પણ વાવાઝોડા પવન વરસાદ અંતર્ગત ફરજ ના ભાગે સજાગ રહ્યા છે જ્યારે તારીખ 13 14 15 2023 ના રોજ વાંકાનેર પંથકમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં જાણવા મળતી વિગતેની છે કે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પ્રા.આ.કે. કોઠી ના ગામ લિબાંળાધાર,ગારીયા તથા ખાભાંળા આસપાસ ના ગામના જુપડપટ્ટી અને વાડી વિસ્તાર ના કાચા મકાનવાળા લોકો કે જેમને વાવાઝોડા દરમીયાન તકલીફ સર્જાય સકે છે.તેવા ૭૫ જેટલા લોકો ને લીબાંળા ના આશ્રય સ્થળ પર સુરક્ષિત રીતે ખસેડવામા આવ્યા હતા જે તારીખ 14 6 2023 સાંજના આશરે પાંચ વાગ્યાના તમારે લિંબાળા ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં પ્રા.આ.કે.કોઠી ના મેડીકલ ઓફિસર ડો.શાહિસ્તા કડીવાર તથા પી.એચ.સી.સ્ટાફ દ્વારા તમામ લોકો નુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ છે તેમજ લોકોને વાવાઝોડા દરમિયાન શુ કરવુ જોઇએ શુ ના કરવુ જોઇએ એ બાબત ની સમજણ આપવામાં આવી હતી જે સમગ્ર તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here