ગોધરા શહેર બી.ડીવીઝન પો.સ્ટે.માં પશુઅધિનીયમ હેઠળના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન મળેલ હોય જે આધારે પો.સ.ઇ શ્રી બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોર્ડ પંચમહાલ ગોધરા નાઓને બાતમી હકિકત મળેલ કે, ગોધરા શહેર બી.ડીવીઝન પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં-૦૧૬૮/૨૦૨૩ ગુજરાત પશુસંક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ના ના સુધારા-૨૦૧૭ની કલમ ૫,૬(એ),૮(૪),૧૦ તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબના કામનો આરોપી મનુભાઇ મંગળભાઇ સરાણીયા રહે.લસબાણીયા તા.ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હાના કામે નાસતો-ફરતો હોય જે હાલ તુસી હોટલ ચોકડી ગોધરા ખાતે હોવાની ચોક્કસ બાતમી આધારે પેરોલ ફર્લો સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી તથા ભોગ બનનાર મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે શહેરા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here