અરવલ્લી : મેઘરજના રામગઢી ગામની સીમમાંથી સ્વિફ્ટ ડીઝાયર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડતી જિલકા એલસીબી

મેઘરજ, (અરવલ્લી) વસીમ શેખ :-

મેઘરજ પોલીસ સ્ટેશનના મોજે રામગઢી ગામની સીમમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૨૪૮ જેની કિં.રૂ.૧,૬૦,૮૦૦/- તથા સ્વિફ્ટ ડીઝાયર ગાડીના નંબર વગરની જેની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૬૦,૮૦૦/-નો જંગી પ્રોહીબીશન મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ., ગાંધીનગર વિભાગ, ગાંધીનગરનાઓએ તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી, મોડાસાનાઓએ આપેલ સૂચનાઓ મુજબ અરવલ્લી ના ઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ જિલ્લામાં પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા વાહનોનું ચેકીંગ કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/ સુચનાઓ આપેલ હતી.
જે આધારે શ્રી,કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. મોડાસા નાઓની માર્ગદર્શન/ સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો મેઘરજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા મોજે રામગઢી ગામે જતાં ડ્રા.પો.કો.કીરણકુમાર લક્ષ્મણભાઇનાઓને બાતમી હકીકત મળેલ કે એક નંબર વગરની સફેદ કલરની મારૂતી સ્વિફ્ટ ડીઝાયર ગાડીમાં તેનો ચાલક રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર નો ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂ ભરી લઇ કાલીયાકુવા બોર્ડર થઇ સારંગપુર થઇ રામગઢી થઇ આગળ જનાર છે.તેવી માહીત મળતાં નજીકમાંથી બે પંચના માણસો બોલાવી પંચોને હકીકત વાકેફ કરી પંચો સાથે સારંગપુર થી રામગઢી તરફ આવતા રોડ ઉપર રામગઢી ગામે વોચ નાકાબંદીમાં ઉભેલ હતા. દરમ્યાન કલાક.૧૨/૩૦ વાગ્યાના સુમારે સારંગપુર ગામ તરફના રોડ બાજુથી બાતમી હકીકતવાળી સફેદ કલરની નંબર વગરની મારૂતી સ્વિફ્ટ ડીઝાયર ગાડી આવતાં સદરી ગાડીના ચાલકને પોતાની ગાડી ઉભી રાખવા સારૂ બેટરીઓના અજવાળે લાકડીઓ બતાવી ઇશારો કરતાં સદરી સ્વિફ્ટ ડીઝાયર ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ નહી જેથી સાથેના ડ્રા.પો.કો.કીરણકુમાર લક્ષ્મણભાઇનાઓના ઉપરોક્ત ખાનગી વાહનથી પીછો કરતાં સદરી નંબર વગરની સ્વિફ્ટ ડીઝાયર ગાડીના ચાલકે પોતાની ગાડી રામગઢી ગામમાં પુરઝડપે હંકારતાં સદરી ગાડીનો પીછો ચાલુ કરતાં આગળ નવિન આર.સી.સી. રોડનુ કામ ચાલુમાં હોઇ જેથી સદરી સ્વિફ્ટ ડીઝાયર ગાડીના ચાલકે પોતાની ગાડી રોડ સાઇડમાં ઉતારી નાસવા જતાં રોડ સાઇડમાં પડેલ લોખંડની હાથ લારી તથા ટ્રોલી સાથે સ્વિફ્ટ ગાડી અથડાતાં સદરી સ્વિફ્ટ ગાડીના ચાલકે પોતાની ગાડી રીવર્સ લેતાં અમારૂ ખાનગી વાહન સદરી નંબર વગરની સ્વિફ્ટ ગાડીના પાછળ હોઇ આગળના ભાગે ટક્કર વાગતાં સદરી સ્વિફ્ટ ડીઝાયર ગાડીનો ચાલક પોતાની ગાડીમાંથી ઉતરી નાસવા લાગેલ જેથી સદરી ગાડીના ચાલકને પીછો કરી પકડી લીધેલ અને સદરી ચાલકને મુકી નાસી ગયેલ સ્વિફ્ટ ડીઝાયર ગાડી પાસે લઇ જઇ ગાડીમાં જોતા શીટની વચ્ચેના ભાગે તેમજ પાછળની ડીકીમાં ઇગ્લીંશ દારૂ તથા બીયરની પેટીઓ ભરેલ હતી. જેથી સદરી પકડાયેલ ઇસમનુ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ બાબુભાઇ ઉર્ફે ફૌજી રમણભાઇ ડામોર રહે.રાયાવાડા તા. મેઘરજ જી.અરવલ્લીનો હોવાનુ જણાવેલ.સદરી ગાડીના ચાલક પાસે પોતાના કબ્જાની મારૂતી સ્વિફ્ટ ડીઝાયર ગાડીમાં વિદેશી દારૂ લઇ આવવા બદલનુ પાસ પરમીટ માંગતાં પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ. સદર નંબર વગરની મારૂતી સ્વિફ્ટ ડીઝાયર કારમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની આખી પેટીઓ સદરી જગ્યા જાહેરમાં આવેલ હોય તેમજ રાતનો અંધારાનો સમય હોઇ જેથી ગાડીમાં ભરેલ ઇગ્લીશ દારૂની તથા બીયરની પેટીઓ સ્થળ ઉપર નીચે ઉતારી ગણી જોવી હિતાવહ ન હોય જેથી જેતે સ્થિતીમાં રહેવા દઇ વિદેશી દારૂ ભરેલ સ્વિફટ ડીઝાયર ગાડીમાં પંચોને બેસાડી પકડાયેલ ઇસમને અમારા ખાનગી વાહનમાં સાથે બેસાડી આગળ નંબર વગરની સ્વિફ્ટ ડીઝાયર ગાડી લઇ સદરી જગ્યાથી નીકળી એલ.સી.બી.ઓફીસ કંપાઉન્ડમાં લાવી સદરી મારૂતી સ્વિફ્ટ ડીઝાયર ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂ તથા બીયરની આખી પેટીનંગ-૩૦ જેમાં કુલ બોટલો/બીયર નંગ-૧૨૪૮ જેની કિં.રૂ.૧,૬૦,૮૦૦/-નો પ્રોહી મુદ્દામાલ ભરી લાવી પોલીસ ની નાકાબંધી જોઇ પોતાની ગાડી પુરઝડપમાં હંકારી આગળ રોડ સાઇડમાં મુકેલ લોખંડની હાથ લારી તથા ટ્રોલી સાથે અથડાવી ગાડી રીવર્સમાં લઇ પોલીસના ખાનગી વાહનને આગળના ભાગે ટક્કર મારી પોતાના કબ્જાની નંબર વગરની મારૂતી સ્વિફ્ટ ડીઝાયર ગાડી તથા ઇગ્લીશ દારૂ તેમજ બીયર મળી કુલ મુદ્દામાલ કી.રૂ.૪,૬૦,૮૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીનં-૧નો પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય આ કામે આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂ ભરી લાવેલ જે સબંધે મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) એક નંબર વગરની મારૂતી સ્વિફ્ટ ડીઝાયર ગાડીકી.રૂ.૩,૦૦,૦૦૦/-
(ર) ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂ તથા બીયરની આખી પેટીનંગ-૩૦ જેમાં કુલ બોટલો/બીયર નંગ-૧૨૪૮ જેની કિં.રૂ.૧,૬૦,૮૦૦/-નો
કુલ-કિ.રૂ.૪,૬૦,૮૦૦/- નો મુદ્દામાલ.
આરોપીઓઃ-
(૧) બાબુભાઇ ઉર્ફે ફૌજી રમણભાઇ ડામોર રહે.રાયાવાડા તા.મેઘરજ જી.અરવલ્લી
વોંન્ટેડ આરોપીઓઃ-
(૧) મહેશભાઇ જાલાભાઇ ખાંટ રહે.ભુકાકુતરી તા.માલપુર જિ.અરવલ્લી
કામ કરનાર અધિકારી / કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહિલ,પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી., મોડાસા.
(૨) શ્રી.એસ.કે.ચાવડા પોલીસ સબ ઇન્સપેકટર, એલ.સી.બી., મોડાસા
(ર) અ.હે.કો.વિષ્ણુભાઇ સાગરભાઇ એલ.સી.બી., મોડાસા.
(૩) અ.હે.કો.કલ્પેશસિંહ કરણસિંહ એલ.સી.બી., મોડાસા.
(૪) અ.હે.કો.દીલીપભાઇ થાનાભાઇ એલ.સી.બી., મોડાસા.
(૫) ડ્રા.આ.પો.કો.કીરણકુમાર લક્ષ્મણભાઇ એલ.સી.બી., મોડાસા.
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી ધ્વારા સ્વિફ્ટ ડીઝાયર ગાડીમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂની ગે.કા.હેરાફેરીનો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here