નસવાડી ગામે king of naswadi શહેનશાહે નસવાડી હઝરત ચાંદશાહ વલી (ર.અ.) સરકારની દરગાહ પર સંદલ ચઢાવવામાં આવ્યુ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સંદલ માં હજારોની સંખ્યા માં ચાહવા વાળાઓ ની ભીડ જામી

નસવાડી ગામે આજરોજ king of naswadi જે નસવાડી ની શાન છે એમના મઝાર પર સંદલ ચઢાવવા માં આવ્યો છે જેમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સંદલ ચઢાવવામાં આવ્યો છે અને બે વર્ષ થી કોરોના ને લઈ આ પ્રોગ્રામ કમિટી દ્વારા કરવામાં આવતો હતો જેમાં બહાર ગામ ના લોકોને અને ગામના લોકોનો જાણ કરવામાં આવી ન હતી કારણ કોરોના પણ હવે કોરોના ઓછો હોવાના કારણે ભવ્ય સંદલ નું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યુ છે અને તા.17/5/2022 ના રોજ ચાંદશા વલી સરકારના મજાર પર ગુસલ કરવામાં આવ્યુ હતુ અને તા.18/5/2022 ના રોજ સંદલ ચઢાવવા માં આવ્યો છે અને નસવાડી ના મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી સઈદમિયા કાલુમિયા શેખ ને ત્યાંથી ગામના સંદલનું ઝુલુસ વાજતે ગાજતે કાઢવામાં આવ્યુ હતુ અને બાદ નમાઝે અસર હઝરત ચાંદશા વલી સરકારના મઝાર પર લાવવામાં આવ્યુ હતુ અને ત્યાર બાદ સંદલ ચડાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને જ્યાર થી સંદલ અને ઉર્શ ની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી મુસ્લિમ જમાત ના પ્રમુખ ના ઘરે થી સંદલ નું ઝુલુસ કાઢવામાં આવેછે અને અસર ની નમાઝ બાદ સંદલ ચડાવવા માં આવેછે અને આ પરંપરા વર્ષો થી નસવાડી માં ચાલી રહી છે આ વર્ષે પણ આ પરંપરા પ્રમાણે જ સંદલ ચડાવવા મા આવ્યું છે અને સંદલ ચડાવ્યા બાદ આમ ન્યાઝનું આયોજન કરવામાં આવેછે અને ન્યાઝ તકસીમ કરવામાં આવેછે અને નસવાડી તથા આજુબાજુ ના ગામ ના ચાહવા વાળા સંદલ માં સરિક થાય છે અને ન્યાઝ લઈ ઘરે પરત ફરે છે અને તમામ હિન્દૂ મુસ્લિમ ની આ દરગાહ પર આસ્થા રહેલી છે અને તમામ લોકો ભેગા મળી હઝરત ચાંદશા વલી સરકાર ના મઝાર પર ફૂલ ચાદર ચઢાવી પોતાની માનતાઓ પુરી કરેછે અને ઘણી દુઆઓ કરેછે અને માનતાઓ રાખી પોતાના કામો ને વેગ મળેછે અને ઇ.આ.દરેક વ્યક્તિઓ ની માનતાઓ આ દરબારમાં પુરી થાય છે અને આ રીતે નસવાડી ના શહેનશાહ હઝરત ચાંદશા વલી સરકારનો સંદલ ચઢાવી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here