વડોદરા પાસે પલાસવાડા રેલવે ક્રોસિંગ નજીક હાઈવા ડમ્પરએ પુરઝડપે કારને પાછળથી ટક્કર મારતા કાર નો કચ્ચરઘાણ, સદનસીબે જાનહાની ટળી…

બોડેલી,(છોટા ઉદેપુર) ઇમ્તિયાઝ મેમણ

બોડેલીના દિલુભાઈ ઠક્કરના એડવોકેટ પત્ની આશાબેન પુત્ર હરપલ તેમજ મોટાભાઈ પ્રવીણભાઈ અને ડ્રાઇવર કાર GJ34 B 5380 લઈને બાવળાથી બોડેલી ઘરે પરત આવી રહયા હતા તે સમય દરમિયાન વડોદરા પાસે પલાસવાડા રેલવે ક્રોસિંગ નજીક રોડ પર હાઈવા ડમ્પરએ પુરઝડપે ચલાવી પાછળથી કારને ટક્કર મારી હતી જેને લઈ કારને નુકશાન થયું હતું સદનસીબે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે,વડોદરા છોટાઉદેપુર રોડ ઉપર બેફામ ઝડપથી રેતી ભરવા માટે દોડતા કાળમુખ હાઈવા ડમ્પરોને કારણે ઘણા નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે જેને કારણે વાહન ચાલકો હાઈવે ઉપર સતત માનસિક ભય અનુભવતા હોય છે અને વહીવટી તંત્રની ઊંઘ ઊડતી નથી તે પણ આશ્ચર્ય પમાડે છે,છોટાઉદેપુર જિલ્લામાં રેતીના કારોબાર ને લઈને નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય માનવ જીવન અસ્ત વ્યસ્ત છે, રેતી ની લિઝો ઉપર વહેલા તે પહેલાના ધોરણે રેતી ભરાવાની લ્હાયમાં હાઈવે ઉપર ખુબજ બેફામ દોડતા ડમ્પરોના કારણે અકસ્માત છાસવારે સર્જાય છે, કેટલાક લોકો જીવ ગુમાવે છે તો કેટલાક વાહનોને નુકશાન થાય છે પણ આ કાળમુખ ડમ્પરો ની દોડવાની ગતિ કોઈ અધિકારીઓ કાબુ નથી કરી શકતા તે પણ દુઃખદ છે, ક્યારેક કોઈ અધિકારી કે રાજકીય નેતા આવા અકસ્માતનો ભોગ બનશે ત્યારે જ હાઇવે ઉપરના બેફામ અને પુરઝડપે ચાલતા ડમ્પરો અંત આવશે તેમજ વડોદરા છોટાઉદેપુર હાઇવે ઉપર સામાન્ય માનવ જીવનની કોઈ કિંમત નથી તેવી પંથકમાં ચર્ચા જાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here