રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર જબૂગામ ખાતે ગરીબ વર્ગને અપૂરતી સુવિધાને કારણે પ્રસુતિ માટે પડતી મુશ્કેલીઓ

નસવાડી,((છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પ્રસુતિ માટે ગરીબવર્ગ પાસે નાણાં ની અછત ને કારણે સારવાર થી વંચિત

રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર જબૂગામ ખાતે દિપક ફાઉન્ડેશન પ્રસુતિ માટે મફત માં સારવાર કરતી હતી પરંતુ છેલ્લા એક વર્ષ થી આ સેવા બંધ છે અને એક વર્ષ થી જે આપડો વિસ્તાર પછાત હોવાના કારણે અજ્ઞાનતા નો ભોગ ન બને તે માટે જબૂગામ ખાતે મોટા ટ્રસ્ટ tata અને zydex જેવા મોટા ટ્રસ્ટ ચાલતા હોયછે તે લોકો જબૂગામ ખાતે જે સરકારી દવાખાનું ચાલેછે તેની જવાબદારી લેય અને આપણા ગરીબ વર્ગ ને જે મુશ્કેલીઓ પડે છે તે મુશ્કેલીઓ ના પડે તેને ધ્યાને રાખી પ્રસૂતિની સારવાર માટે આ ટ્રસ્ટ જે છે તેનો વહીવટ સંભાળે અને ગરીબોના અમસીહા બની આવે અને સરકાર આના પર ધ્યાન આપી રિકવેસ્ટ કરે અને આવા દિપક ફાઉન્ડેશન જેવા ઘણા ટ્રસ્ટ ચાલતા હોયછે જેવાકે tata zydex જેવા મોટા મોટા ટ્રસ્ટ ને આ જબૂગામના સરકારી દવાખાના ને સોંપે અને ગરીબોને પડતી મુશ્કેલીઓ અટકે એવી ગરીબ પ્રજાની માંગ છે જ્યારે દિપક ફાઉન્ડેશન પાસે હતું ત્યારે ગરીબ વર્ગને મફતમાં સારવાર મળતી હતી પરંતુ કોઈક કારણોસર દિપક ફાઉન્ડેશને આ દવાખાનું છોડી દીધું છે અને સારવાર તો મળેછે પણ સુવિધા જે જોઈએ તેવી સુવિધા મળતી નથી અને પૈસાના અભાવ ના કારણે મજૂરવર્ગ ખાનગી દવાખાને સારવાર લઈ શકતા નથી અને ઘેર ડિલિવરી કરવા મજબુર બનેછે જ્યારે જબૂગામ ખાતે સંપૂર્ણ સુવિધાથી સજ્જ દવાખાનું હતું અને સિઝર થી લઈ નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવતી હતી ગાયનેક ડોક્ટરો પણ ચોવીસ કલાક હાજર રહેતા હતા અને પ્રસૂતિને લગતી તમામ સુવિધાઓ મળતી હતી અને જબૂગામ સરકારી દવાખાનામાં પ્રોપર ના પેશન્ટ થી લઈ નસવાડી પાવીજેતપુર કવાંટ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ સુધીના દર્દીઓ પ્રસુતિ માટે આવતા હતા અને આશરે લગભગ મહીના માં ત્રણસો જેટલી પ્રસુતિ થતી હતી અને એ છાપ ને લીધે આજે દૂર દૂર થી દર્દીઓ પ્રસુતિ માટે આવતા હોય છે પણ સુવિધા નો અભાવ ગાયનેક ડોક્ટર ચોવીસ કલાક હાજર ન હોય આસિસ્ટન્ટ ડોક્ટર હોય જે શીખવ હોય તેવા પ્રશ્નો જબૂગામ સરકારી દવાખાને ઉભરતા હોય છે આપણા વિસ્તારના સાંસદ ધારાસભ્ય અને તમામ હોદ્દેદારો જબૂગામ સરકારી દવાખાના માટે ટાટા કે ઝાયડ્સ જેવા ટ્રસ્ટ ને સોંપે અને આપડો આદિવાસી સમાજ ગરીબ હોવાથી એ સુવિધાઓ જે એક વર્ષ પહેલા મળતી હતી જબૂગામ સરકારી દવાખાને તે મળે તેવી આશા સાથે જબૂગામ સરકારી દવાખાના માં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓ ની ચિંતા છે અને તમામ સુવિધાઓ થી સજ્જ દવાખાનું પહેલા જેવું થઈ જાય તેવી આખા છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોની માંગ ઉઠી છે અને આપડા વિસ્તાર ના સાંસદ ધારાસ ભ્ય જબૂગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેય અને ગરીબ દર્દીઓની વેદના સમજે એવી માંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here