રાજુલા તાલુકાના દેવકા ગામે જાહેરમાં જુગાર રમતા ૭ પત્તા પ્રેમીઓને રોકડ રકમ રૂ.૪૦,૮૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ…

રાજુલા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

ભાવનગર રેન્જ આઇ.જી. અશોક કુમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહીજુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોઝિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું. અને જે અન્વયે ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકા ગામે બાપા સીતારામની મઢુલી સામે આવેલ નેરામા અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે રાત્રિના અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ.પી.એન.મોરી નાઓએ એલ.સી.બી.ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ ૭ ઇસમોને રોકડ રકમ,મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી ડુંગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

જૂગાર રમતા પકડાયેલ ઇસમોઃ

(૧) બુધાભાઇ જીણાભાઇ ગુજરીયા, ઉ.વ. ૩૧, રહે.દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી. (ર) કમલેશભાઇ કાનાભાઇ સોલંકી, ઉ.વ. ૨૫, રહે.દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી, (૩) જગદીશભાઇ દેવશીભાઇ સરવૈયા, ઉ.વ.૩૦, રહે.ઝાંજરડા, તા.રાજુલા, જિ.અમરેલી (૪) કનુભાઇ ગાંડાભાઇ સાંખટ, ઉ.વ.૩૫, રહે.દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી, (૫) પ્રવિણભાઇ ભીમાભાઇ સાંખટ, ઉ.વ. ૨૭, રહે દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી, (૬) કાળુભાઇ જીણાભાઇ વાઘેલા, ઉં.વ.૪૦, રહે.દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી, (૭) હરીભાઇ દેવશીભાઇ સોંદરવા, ઉ.વ.૨૬, રહે.ડુંગર, તા.રાજુલા, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલઃ

રોકડ રકમ રૂ.૧૦,૮૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬, કિં.મ. ૩૦,૦૦૦/- મળી કુલ ૪૦,૮૭૦- મુદ્દામાલ પકડી અમરેલી એલ.સી.બી ટીમ……

આ સમગ્ર કામગીરીમાં જયરાજભાઈ વાળા, બહાદુરભાઈ વાળા, સુરેશભાઈ મેર, યુવરાજસિંહ વાળા, નીલેશભાઈ બાબરીયા સહીત અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here