રાજુલા : રામપરા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ૨૫ એપ્રિલથી પ્રારંભ થશે

રાજુલા, હિરેન ચૌહાણ (બાબરા) :-

રાજુલા તાલુકાના રામપરા ગામ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ આગામી ૨૫ એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું છે. પોથી યાત્રા સવારે ૧૦ કલાકે વૃંદાવન બાગથી નીકળશે. ભાગવત્ સપ્તાહનો સમય સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી તેમજ સાંજે ૩ થી ૬ વાગ્યા સુધી કથાનો સમય રહશે અને ૨૫ એપ્રિલ થી ૧ મેં સુધી કથાનું આયોજન કરવામાં આવશે. સ્વ. લખમણભાઈ રામભાઈ વાઘ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્ર પૂ.ભાઈ શ્રી રમેશભાઈઓઝાના શીષ્ય શ્યામભાઈ ઠાકર દ્વારા કથા વાંચવામાં આવશે અને આ કથામાં સંતો—મહંતો તેમજ મહેમાનો ઉપસ્થિત રહેશે. ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન ૨૮ એપ્રિલના રોજ સાંજે ૯ઃ૩૦ કલાકે કરવામાં આવ્યું છે. જેમાં ૨સમિતાબેન રબારી તેમજ મનહરદાન ગઢવી સહિત કલાકારો ઉપસ્થિત રહેશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પધારવા માટે સનાભાઈ વાઘ (સરપંચ), નકાભાઈ વાઘ, ગભાભાઈ વાઘ, બાવાભાઈ વાઘ, વિરાભાઈ વાઘ કાળુભાઈ વાધ સહીત વાઘ દ્વારા ભાવભર્યું આમંત્રણ · પાઠવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here