બાબરા : લોકડાઉન પછી અનલોક-01 માં છુટછાટ મળતા ધંધા રોજગારમાં ફરીથી ધમધમાટ…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

ભીમ અગીયારસના તહેવારને લય સવારથી બપોર સુધી બજારોમાં ટ્રાફિક જામ સર્જાતા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો

બાબરા શહેરમા આજે ૬૫ થી વધુમા દિવસે લોકડાઉનમાથી છુટછાટ મળતાં અને ડાબી જમણી સાઇડ નિયમોમાથી રાહત મળતા આજે સવાર ૮ વાગ્યાથી વેપારીઓએ પોતાના ધંધા રોજગારના શ્રી ગણેશ કર્યા હતા જેથી સવારથી જ શહેરની બજાર અને હાઇવે રોડ પર ભારે ટ્રાફીક જોવા મળ્યો હતો તેમજ આજે ભીમ અગીયારસ હોવાથી લોકોએ મોટા પ્રમાણમાં કેરીની ખરીદી કરી હતી વેપારીઓની દુકાનમા પણ ગ્રાહકોની પડાપડી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે બાબરા શહેરમા પોલીસ બંદોબસ્ત છાસવારે જોવા મળ્યો હતો શહેરની મેઇન બજાર બુધવારી બજાર પાટીદાર માર્કેટ આડી બજાર, નાના બસ સ્ટેશન ,મોટા બસ સ્ટેશન સહીતના વિસ્તારમા લોકોનો ભારે ટ્રાફીક હતો તેમજ તમામ બેંકો સહકારી ઓફીસે ધમધમવા લાગી હતી પણ મહામારી વચ્ચે સરકારના નિયમોનો લોકોએ ઉલાળીયો કર્યો હોય એમ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો જ્યારે દુકાનદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા. શહેરના નાના મોટા તમામ વેપારીઓના ધંધા રોજગાર કોરોના મહામારી વચ્ચે લોક ડાઉનબાદ ફરીથી ધમધમી ઉઠતાં બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઇ મલકાણ વેપારી મહામંડળના ડાયાભાઇ શેલીયા શંભુભાઇ પાંચાણી ગાંડુ ભાઇ રાતડીયા શૌલેષભાઇ સહીત આગેવાનોએ તમામ વેપારીઓને શુભેચ્છા પાઠવી હતી તેમજ સરકારના નિયમોનુ પાલન કરવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here