નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં ફાટી નીકળેલ બોગસ તબીબોનો રાફડો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સાગબારા તાલુકા ના નાલાકુંડા ગામ ખાતે થી પશ્ચિમ બંગાળ ના બોગસ તબીબ ને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો

નર્મદા જીલ્લા ના આદિવાસી વિસ્તારોમાં બોગસ તબીબો નું મસમોટું નેટવર્ક ફેલાયેલ છે, મેડિકલ ડિગ્રી હોવા ના છતાં પણ અલોપેથી ની દવાઓ રાખી દર્દીઓ ના જીવ સાથે આવા બોગસ તબીબો ચેડા કરતા હોય છે, ત્યારે નર્મદા જીલ્લા પોલીસ આવા બોગસ ઝોલચાપ તબીબો પર ચાંપતી નજર રાખી સમયાંતરે ઝડપી પાડતી હોય છે.

નર્મદા જીલ્લા ના સગબારા તાલુકા ના નાલાકુંડ ગામ ખાતે થી એક વગર ડિગ્રી ધારી બોગસ તબીબ ને નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.

પશ્ચિમ બંગાળ ના પ્રમોડઘડ,ગોરાંગ્નગર, રાજા રહત- ગોપાલપુર, જી- નોર્થ – 24 , પ્રાર્ગનસ, અશ્વિની નગર ખાતે રહેતો આરોપી દિવાકર ગોપાલ બિશ્વાસ સાગબારા તાલુકા ના નાલકુંડ ગામના નિશાળ ફળિયામાં એક મકાન માં ખાનગી દવાખાનું ગેરકાયદેસર રીતે ચલાવતો હોવાની બાતમી નર્મદા જીલ્લા એલસીબી પોલીસ ના પોલીસ સબ ઇન્સ્પેકટર બી. જી. વસાવા, હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ, કૃષ્ણલાલ તથા વિજયભાઈ નાઓ ને મળતા દેવમોગરા પી.એચ.સી.સેન્ટર નાં તબીબ હેમંત વસાવા ને સાથે રાખી આરોપી ના દવાખાને પોહચી તેની પાસે મેડિકલ ડિગ્રી સહિત અન્ય લાઇસન્સ માંગતા તેની પાસે આવા કોઇ સર્ટી કે ડિગ્રી ના હોવાનું તેણે જનાવ્યું હતું. જેથી પોલીસે દવાખાનાં ની તલાશ કરી એલોપેથીક દવાઓ, ઈન્જેકશન, સહિત નો રૂપિયા11156 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, અને આરોપી બોગસ તબીબ સામે મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી જેલ ભેગો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here