રાજપીપળા સહિત સમગ્ર જીલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નાંદોદ તાલુકામાં સૌથી વધુ- ૬૬ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૨૬ મિ.મિ. વરસાદ નોંધાયો

મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૯૮૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

રાજપીપળા નગર સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો. નાંદોદ તાલુકામાં સૌથી વધુ-૬૬ મિ.મિ અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૨૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના સાગબારા તાલુકામાં-૪૨ મિ.મિ, તિલકવાડા તાલુકામાં-૪૦ મિ.મિ અને દેડીયાપાડા તાલુકામાં-૩૯ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૪૮ મિ.મિ વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૯૮૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૪૮૬ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૯૭૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૯૬૬ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૮૩૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૭.00 મીટર, કરજણ ડેમ-૧૧૪.૧૨ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૪ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૨ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૯.૨૦ મીટર હોવાનું જાણવા મળ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here