નર્મદા જિલ્લામા સરકારી તંત્રની ચાલતી લાલીયાવાડીનો કિસ્સો પ્રકાશમા આવ્યો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સેંલંબાથી પાંચપીપરી ગામ તરફ જતા રસ્તામાં પડેલું બાવળનું ઝાડ બે મહિનાથી જસનુતસ

અડધો માર્ગ ઝાડ પડવાથી ઝીંકાતા પાસેજ મસમોટા ખાડા હોય અકસ્માતની ભીતિ

નર્મદા જીલ્લામા અવારનવાર તંત્રની બેદરકારી લાલાલીયાવાડીના કિસ્સા પ્રકાશમા આવતાં હોય છે, આમ જનતા ની સલામતી કે સુખાકારીની જાણેકે કોઇ પરવાહ જ નથી !! જીલ્લાના બાબુઓને રસ છે તો માત્ર મલાઇદાર કામગીરી માજ ભલેને લોકોના જીવના જોખમ ઉભા થતા હોય.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબાથી પાંચપીપરી ગામ તરફ જતા રસ્તામાં એક બાવળનું ઝાડ પડેલું છે જેને 2 થી 3 મહીના થવા આવ્યા છતાં આજ દીન સુધી તંત્ર તરફથી ઝાડ હટાવાની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી !! પાંચપીપરી ગામના મેહુલભાઈ પાડવી એ આ બાબતે ગામના સરપંચને ફરિયાદ કરી છે છતાં હજુ સુધી ઝાડ હટાવવાનો નિકાલ થયો નથી. પંચાયતનો માર્ગ મકાન વિભાગ પણ આ મામલે નિષ્ક્રિય છે.

ગામના મુખ્ય રસ્તામાં જ ઝાડ પડેલું હોઇ ને વાહનો અને લોકોને આવવા જવામાં ઘણી તકલીફો ભોગવવી પડે છે બે વાહનો ભેગા થાઈ તો અકસ્માત થવાનો ભય રહેલો છે, જયા આ બાવળનુ ઝાડ અડધો રસ્તો રોકીને પડયો છે તેના પાસે જ રસ્તામાં મોટા ખાડા પડેલા છે માટે વહેલી તકે ઝાડ હટાવાની કામગીરી થાય એવી ગ્રામજનોની માંગ છે.

બબ્બે મહિના થયા કોઇ પણ સરકારી તંત્ર દ્વારા જાણ કરાઇ છતા માર્ગ ઉપર થી ઝાડ હટાવવામા ના આવતા જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here