રાજપીપળા પાસેના પાટણા ગામે પોતાના ઘર સામે પેશાબ કરવાના મામલે થયેલ ઝઘડાના મામલે અદાલતે આરોપીઓને સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કુહાડી થી હુમલો કરી ઇજા ઇજા કરનાર પત્નિ ને 6 માસ ની અને પતિ ને 1 વર્ષ ની સજા

રાજ્વીપલાના બીજા વધારાના સીવીલ જજ ધ્વારા રાજપીપળા પાસે ના પાટણા ગામ ખાતે પોતાના ઘર ની સામે પેશાબ કરવાના મામલે ઝઘડો કરનારા પતિ પત્નિ ને અદાલતે સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર બનાવ ની વાત કરીએ તો ફરિયાદી
ચમ્પાબેન લાલાભાઈ વસાવા એ આરોપી ઓ ૧) વસંતીબેન કાલીદાસભાઈ વસાવા
૨) કાલીદાસભાઈ ભગાભાઈ વસાવા બન્ને રહે. પાટણા
વિરૂદ્ધ આમલેથા પોલીસ મથક મા ફરિયાદ નોંધાવી હતી
સદર ફરીયાદની હકીકત જોતા આરોપી વસંતીબેન કાલીદાસભાઈ વસાવા તથા કાર્લીદાસભાઈ ભંગાભાઈ વસાવાનાઓએ તા. ૧૪/૦૩/૨૦ ના રોજ પાટણા ગામ ખાતે ફરીયાદી ચમ્પાબેન લાલાભાઈ વસાવા પોતાના ઘરે હતા તે વખતે આરોપી નંબર ૧ વસંતીબેન કાલીદાસભાઈ વસાવા એ ફરીયાદીને કહેલું કે ઘરના ઉંમરા આગળ શું કામ પેશાબ કરે છે. જેથી ફરીયાદીએ જણાવેલ કે બહારથી કુતરુ આવી પેશાબ કરી ગયેલ છે. જેથી આરોપી નં. ૨ કાલીદાસભાઈ ભગાભાઈ એ પોતાની પત્નિ વસંતીબેન કાલીદાસભાઈ વસાવા નું ઉપરાણું લઈ ફરીયાદીને મા બેન સમાણી ગાળો બોલતા ફરિયાદી ચમ્પાબેન લાલાભાઈ એ તેઓને ગાળો બોલવાની ના પાડતા આરોપી નં.ર એ પોતાના હાથમાની કુહાડી ના મુદર વડે ફરીયાદીને જમણા પગના ઘુંટણ પર તથા ડાબા પગના ઘુંટણા ઉપર સપાટો મારેલો અને તેની પત્ની એ પકડી રાખી હતી, મોઢા ઉપર લાતો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પો.સ્ટેમાં ઇ.પી.કો.કલમ.૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬૧૧૪ તથા જીપી એક્ટ નો ગુનો નોંધાયેલ જેની તપાસ ના અંતે નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી કેસ રજુ થયેલ.

જે કેસ રાજ્વીપલાના મે, બીજા વધારાના સીવીલ જજ એસ.આર.ગર્ગ સાહેબની કોર્ટ રુબરુ ચાલી જતા ફરીયાદી, સાહેદો, ડોક્ટર સાહેદ, તપાસ અમલદારની જુબાની તથા રેકર્ડ ઉપર રજુ થયેલ પુરાવા તથા એ.પી.પી. હેરીસન જે.વકીલની દલીલ ફરીયાદપક્ષે ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી ન.૧ વસંતીબેન કાલીદાસભાઈ વસાવાને ઇ.પી.કો. કલમ ૩૨૩,૧૧૪ ના ગુના માટે ૬ મહીનાની સાદી કેદ તથા રૂ.૫,૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો 3 મહીનાની વધુ સાદી કેદની સજા તથા આરોપી નંબર ૨ કાલીદાસભાઈ ભગાભાઈ ને ઇ. પી. કો. કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૧૧૪ ના ગુના માટે ૧ વર્ષની સાદી કેદ તથા રૂ.૫,૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો ૩ મહીનાની વધુ સાદી કેદની સજા કરવાનો હુકમ જારી કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here