રાજપીપળા નગરમા ભુગર્ભ ગટર યોજનાના કામમા સત્તાધારી ભાજપાના જ મહિલા સભ્યએ તકલાદી કામ થતા હોવાના આરોપ લગાવ્યા…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ચીફ ઓફિસર ને પત્ર લખી વોર્ડ નંબર 3 ના સભ્ય વૈશાલીબેન માછી એ કામગીરી એસટીમેટ મુજબ થાય છે કે નહી ? કામગીરી ઉપર દેખરેખ ની જવાબદારી કોની ના સણસણતા સવાલો ઉભા કર્યા

નગરપાલિકા પાસે તમામ સદસ્યો ને પ્લાન એસ્ટીમેટ ની કોપી આપવા ની ચીફ ઓફિસર પાસે લેખિત માંગ

ભુગર્ભ ગટર યોજના ની કામગીરી ઉપર કોઈ જ નિષ્ણાંત ઇજનેર કે સુપરવિઝનની દેખરેખ ન હોય નગરપાલિકાના સભ્યનો કામગીરીમા હલ્કી ગુણવત્તાનો માલ વાપરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના સણસણતા પત્રથી નગરપાલિકાના વર્તુળોમા દોડધામ

નર્મદા જીલ્લા મા સમાવિષ્ટ એકમાત્ર રાજપીપળા નગરપાલિકા ની કામગીરી અવારનવાર વાદ વિવાદ રહી છે. હાલમાં જ નગરપાલિકાના શાસક પક્ષ ભાજપા એ નગરપાલિકાના પ્રમુખ ને તમામ નગરપાલિકા હસ્તક ના વિભાગો ની ટેનડરીંગ , નાણાં ચુકવણી સહિત ની તમામ સત્તા આપતા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ , સુરત ઝોન સમક્ષ હાજર થવાના ફરમાન જારી કરવામાં આવેલ હતા.

આ મામલો હજુ સમયો નથી ને રાજપીપળા નગર મા અગાઉ ના શાસકો દ્વારા ત્રણ ત્રણ વાર અમલી બનાવેલ અને કરોડો રૂપિયા નુ જે યોજના પાછળ આંધણ કરવામાં આવ્યું છે એ ભુગર્ભ ગટર યોજના ની કામગીરી ફરી એકવાર વિવાદો ના વમળમાં ફસાઇ છે, અને આ વિવાદ નગરપાલિકાના સત્તાધારી ભાજપા નાજ એક મહિલા સભ્યે ઉઠાવતા ભુગર્ભ ગટર યોજના ની કામગીરી તેમજ તેની સફળતા સામે મારક પશ્રો ઉભા કર્યા છે. નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના સભય વૈશાલીબેન માછી એ ચીફ ઓફિસર ને પત્ર લખી યોજના નામા થતી તકલાદી કામગીરી ને ઉજાગર કરતા સત્તાધારી ભાજપા ના જ સભય જો યોજના સામે પશ્ર ઉઠાવે તો કયાંક દાળ મા કાળુ જરુર હોવાનું !! જેને આપણે હાલ નકારી શકતા નથી.

વોર્ડ નંબર 3 ના સભ્ય વૈશાલી બેન માછી એ ભુગર્ભ ગટર યોજના ની કામગીરી મા તકલાદી મા મટિરિયલ વપરાતો હોવાનુ તેમજ કામગીરી પ્લાન એસ્ટીમેટ મુજબ થતી ન હોવાની પણ શંકા વયકત કરી ચીફ ઓફિસર પાસે શુ નગરપાલિકા એ એજન્સી ને કામ શરુ કરવાની પરવાનગી આપી છે ? અને જો પરવાનગી આપી હોય તો કામગીરી પ્લાન એસ્ટીમેટ મુજબ થાય છેકે નહી એ જોવા ની જવાબદારી કોની ?? ના વેધક પશ્રો ઉભા કર્યા છે.

નગર મા એજન્સીઓ તકલાદી કામગીરી કરી ચાલતી પકડતી હોય છે જયારે નગરજનો ને જવાબ તેમના પ્રતિનિધિઓએ આપવો પડતો હોય છે , ભુગર્ભ ગટર યોજના નુ પ્લાન એસ્ટીમેટ મુજબ થાય એ જોવાની જવાબદારી ચીફ ઓફિસર સહિત ચુંટાયેલા પ્રતિનિધિઓની પણ છે જેથી મહિલા સભય એ આ કામ ના પ્લાન એસ્ટીમેટ ની કોપી દરેક વોર્ડ ના સભ્યો ને આપવાની પણ માંગ કરી છે. સદર ભુગર્ભ ગટર યોજના ની કામગીરી ઉપર કોઇ ઇજનેર કે બાંધકામ સુપરવાઈઝર ની દેખરેખ નથી કોઈ જવાબદાર વયકતિ દવારા સુપરવિઝન થતુ નથી, અને અંધેરી નગરી ને ગંડુ રાજા ની જેમ કામો રામ ભરોસે ચાલતાં હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યોછે.

ત્યારે મહિલા સભય દવારા તા 18 મી ઓગષ્ટ ના રોજ લખેલા ચીફ ઓફિસર ના પત્ર ની હજી સુધી કોઈ અસર થ૱ઇ હોય એમ લાગતું નથી હજી સુધી સભયો એ ભુગર્ભ ગટર યોજના ની કામગીરી ના પ્લાન એસ્ટીમેટ ની કોપી લેખિત મા રજુઆત કરી ને તમામ નગરપાલિકાના સભ્યો ને આપવાની માંગ કરાઇ છતાં હજી સુધી નગરપાલિકાના સભ્યો ને આપવામા આવી નથી !!

ભુગર્ભ ગટર યોજના રાજપીપળા નગરજનો માટે એક સળગતી સમસ્યા છે ત્રણ ત્રણ ચાર ચાર વાર આ યોજના નિષ્ફળ નીવડેલ છે લોકો ના ટેક્ષ ના કરોડો રૂપિયા નુ આંધણ થયુ છે તયારે હાલ પુનઃ શરૂ કરવામાં આવેલ આ યોજના મા ભ્રષ્ટાચાર ન થાય તકલાદી કામગીરી ન થાય અને યોજના ઉપર સંપૂર્ણ પણે યોગ્ય સુપરવિઝન થાય અને સરકાર ની આ સુખાકારી રુપ યોજના સુપેરે પાર પડે એ માટે નગરજનો એ પણ જાગૃતિ કેળવવી પડસે અને નગરપાલિકાના શાસકો એ યોગ્ય દેખરેખ યોજના ની કામગીરી ઉપર રાખવી પડસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here