રાજપીપળા દેડિયાપાડા માર્ગ ઉપર જંગલ ના વળાંક વાળા માર્ગે ટેન્કર પલટી ખાતાં માર્ગ ઉપર ચીકણો પ્રવાહી ફેલાયો

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

ચીકણો પ્રવાહી માર્ગ ઉપર ફેલાતા અન્ય વાહનો સ્લીપ ખાતા વાહન ચાલકો ના જીવ તાળવે

જીવના જોખમે લોકો પોતાના વાહનો માર્ગ ઉપર પડેલા પ્રવાહી માથી પસાર કરતા નજરે પડ્યા

નર્મદા જીલ્લા ના રાજપીપળા થી મહારાષ્ટ્ર ને જોડતા રાજપીપળા ડેડીયાપાડા માર્ગ ઉપર આવેલા જંગલ વિસ્તાર ના વળાંક વાળા માર્ગે ગતરોજ સાંજના એક પ્રવાહી ભરેલો ટેન્કર પલ્ટી ખાતા સમગ્ર રોડ ઉપર ચીકણો પ્રવાહી ફેલાયો હતો જેથી ભારે અફરાતફરી ની માહોલ જામ્યો હતો.

રાજપીપળા થી મહારાષ્ટ્ર તરફ જવા માટે મોટા હેવી વાહનો દેડિયાપાડા તરફ થી જતા હોય છે,ત્યારે રાજપીપળા થી પાંચ છ કિ.મી. બાદ વળાંક વાળા જલેબી રસ્તાઓ શરૂ થતાં હોય છે, ત્યારે આ વળાંકો ઉપર છાસવારે અકસ્માતો સર્જાતા હોય છે,જેમાં મોટા ભાગે વાહનો ની પીકઅપ તુટતા વાહનો ધીમા પડતા પલટી ખાઇ જતાં હોય છે,ત્યારે ગતરોજ એક પ્રવાહી ભરેલો ટેન્કર આ માર્ગ ઉપર થી પસાર થતા પલટી ખાઇ જતાં માર્ગ ઉપર તેમા ભરેલ પ્રવાહી ફેલાયો હતો, જોકે સદનસીબે કોઈ મોટી દુઘર્ટના સર્જાઈ નહોતી, ડ્રાઇવર અને ક્લીનર નો પણ આબાદ બચાવ થયો હતો પરંતુ તેમા ચીકણો પ્રવહી હોય ને તે રોડ ઉપર ફેલાયો હતો. જેથી માર્ગ ઉપર થી પસાર થતા અન્ય વાહનો સ્લીપ ખાતા જોવા મળ્યા હતા. અન્ય વાહન ચાલકો ને ભારે કાળજી સાથે પોતાનાં વાહનો ચલાવવા ની ફરજ પડી હતી, તે છતાં પણ આ ચીકણા પ્રવાહી ઉપર થી પસાર થતા વાહન થોડી ડામાડોળ કરતા તેના ચાલકો ભય મા મુકાયા હતા, ખાસ કરી મોટર સાયકલ ચાલકો તો ભારે હેરાન થયાં હતાં,આ પ્રવાહી ટાયર ઉપર લાગતા સ્લીપ મારવાના ભયે વાહન ચાલકો ભયભીત બન્યા હતા.

ટેન્કર પલ્ટી ખાતા પ્રવાહી રોડ ઉપર ફેલાતા કેટલાક લોકો ટેન્કર માથી આ ચિકનો પ્રવાહી કારબાઓ સહિત ડોલો માં ભરી ને લઈ જતા પણ જૉવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here