નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ગતરોજ મોડી રાત્રિના ભારે વરસાદ ખાબકતા ખેતીના પાકને જીવતદાન

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડા તાલુકાના બોરીપીઠા ગામે ભારે વરસાદ અને પવનથી વીજળીના છ સાત થાંભલા ધરાસાઈ થયાં

નર્મદા જિલ્લા વાસીઓ ઘણા લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ખેતરો મા ખેતીના પાક પણ સુકાઈ રહ્યા હતા ત્યારે ગતરોજ મોડી રાત્રિના ફરી એકવાર નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામતા અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ધરતીપુત્રો એ રાહતનો દમ ભર્યો છે. લાંબા સમય પછી વરસાદ થતાં. ખેતી ના પાક ને જીવતદાન મળ્યું છે.

ડેડીયાપાડા સહિત સાગબારા પંથકમાં ગત મોડી રાત્રિના ભારે ભવન સાથે વરસાદ ખાબક્યો હતો. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બોરિપીઠા ગામના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થતી વીજ કંપનીની વીજ લાઈનોના છ થી સાત થાંભલા ધરાસાઇ થઈ ગયા હતા. જેથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે વીજ કંપનીના અધિકારીઓને આ બાબતની જાણ થતા વીજ કંપનીએ તરત જ વીજ કંપનીના થાંભલા સ્થાપિત કરવાની કવાયત હાથ ધરી હતી.

રાજપીપળા શહેર સહિત સમગ્ર પંથકમાં પણ વરસાદી માહોલ જામતા ધરતીપુત્રો એ રાહતનો દમ ભર્યો છે , અસહય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી રાહત અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here