પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “આયુષ્યમાન ભારત દિવસ”ની ઉજવણી કરાઇ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મહેશ ચૌધરીની અધ્યક્ષતામાં આયુષ્યમાન ભવ:અભિયાન અંતર્ગત “આયુષ્યમાન સેવા પખવાડિયા” અન્વયે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓના ૨૦૫ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર,૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,૦૬ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,તથા ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલ સેલ જાગૃતિ માટે ૧૬૪૮ વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.જનજાગૃતિ માટે આ તમામ વ્યક્તિઓનું કાઉન્સિલિંગ કરી સિકલ સેલ તપાસણી અંગેના કાર્ડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ તાલુકાઓમાં દરેક આરોગ્ય કેન્દ્ર ઉપર અનિમિયા, બીપી, ડાયાબિટીસ, ટીબી અને મેલેરિયા જેવા રોગો અંતર્ગત ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ સાથે “પીએમજેએવાય મા”કાર્ડનું વિતરણ કરાયું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here